હેડક્લાર્ક પેપર લીક:કૌભાંડમાં તથ્યોને આધારે ફરિયાદ નોંધાશે: SP, પસંદગી મંડળે ઈ-મેલ કરી સાબરકાંઠાં SPને તપાસ માટે જાણ કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. નીતિન પટેલ - Divya Bhaskar
ડો. નીતિન પટેલ

છેલ્લા 72 કલાકથી પેપર લીક મામલો ઉછળ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે સંખ્યાબંધ લોકોની પૂછપરછ કરી કેટલાક શંકાસ્પદોને ગાંધીનગર પહોંચાડયા બાદ ગુરુવારે બપોરે ગૌણ સેવા પસંદગી મંડળે સા.કાં. એસપીને ઇ-મેઇલથી તપાસની જાણ કરી હતી છેલ્લા ત્રણ દિવસથી હિંમતનગર તાલુકામાંથી સંખ્યાબંધ લોકો ગાયબ થયા છે અને કેટલાકને પોલીસ ઉઠાવી ગઇ હોવાની ચર્ચાઓ ચાલુ છે.

ત્યારે સ્થાનિક પોલીસ પાસે ઘણી બધી વિગતો હોવાથી મોડી રાત સુધીમાં ફરિયાદ નોંધાઈ જવાની શક્યતાઓ ઉજળી બની છે સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગરથી ફરિયાદનો ડ્રાફ્ટ એપ્રુવ થયા બાદ સ્થાનિક સ્તરે ફરિયાદ નોંધાનાર છે ત્રણ દિવસ દરમિયાન એક આચાર્ય ચાર શિક્ષક, તબીબ, ફાઇનાન્સર બહારના જિલ્લાનો પોલીસકર્મી વગેરેની શંકાસ્પદ ભૂમિકા હોવાની વાતો બહાર આવી હતી. યુવરાજસિંહે આ પ્રકરણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર 4 વાહનોના નંબર જાહેર કર્યા હતા તે પૈકી ત્રણ વાહન છેલ્લા 12 કલાકમાં હિંમતનગરમાંથી મળ્યા છે.

વાહન માલિકો ગેરેજ માલિકના જણાવ્યાનુસાર આ વાહનો લાંબા સમયથી ક્યાંક ગયા નથી. પ્રકરણમાં જયેશ પટેલ, મહેન્દ્રભાઈ, કેતન,હર્ષદ,મયુર, દેવલ, કુલદીપ વગેરે સહિત પોગલુ અને પલ્લાચર ગામના નામ પણ ઉછળતા રહ્યા છે. પ્રાંતિજ પોલીસમાં 8 થી વધુ શખ્સો વિરુદ્ધ મોડી રાત્રે ફરિયાદ નોંધાનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. એસપી બડગુજરે જણાવ્યું કે ઈ-મેલ મળ્યો છે તપાસ ચાલુ છે. તથ્યોને આધારે મોડી રાત સુધી ફરિયાદ નોંધાશે.

ખોટું નામ ફરતું કરાતા SPને અરજી આપી -ડો. નીતિન પટેલ
ફાર્મ હાઉસનો ફોટો મીડિયામાં જે ફરી રહ્યો છે તે મારા અક્ષરમ ફાર્મ હાઉસનો છે મેં તે દિવસે પણ કહ્યું હતું કે અમને ટાર્ગેટ કરીને બદનામ કરવા ષડયંત્રનો ભાગ બનાવાયા છે. ગુરૂવારે આ સંદર્ભે જિલ્લા પોલીસવડાને મેં અને મારા પરિવારે ભોગવેલી પરેશાની અંગે અરજી આપી છે અને ડેફરમેશન માટે વકીલ સાથે ચર્ચા કરી યોગ્ય સમયે દાવો દાખલ કરીશ.

અન્ય સમાચારો પણ છે...