ઘરકંકાસ:પરિણીતાને લગ્નના બે દિવસ બાદ જ સાસરિયાં ત્રાસ આપતાં ફરિયાદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરની મહિલાને સાસરિયાંઓએ ત્રાસ ગુજારી કાઢી મૂકી

હિંમતનગરની મેઘરજ પરણાવેલ મહિલાને પતિ, સાસુ, સસરા અને દિયરે લગ્નના બે દિવસ બાદથી જ મહેણા ટોણા મારી ત્રાસ ગુજારવાનુ ચાલુ કરતા અંતે મહિલા ચારેય જણા વિરુદ્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગરના મહાવીરનગરના કૌશીકાબેનના લગ્ન મેઘરજના જિજ્ઞેશકુમાર કિરીટભાઇ ત્રિવેદી સાથે થયા બાદ સાસરીમાં સસરા કિરીટભાઇ કુબેરભાઇ ત્રિવેદી, સાસુ હંસાબેન કિરીટભાઇ ત્રિવેદી અને દિયર સમીરભાઇ કીરીટભાઇ ત્રિવેદી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા પરંતુ લગ્નના બે દિવસ બાદ સાસુ-સસરા ઘરકામ બાબતે બોલાચાલી કરતા કૌશીકાબેને પતિને વાત કરતા પતિએ મારા ઘરમાં અમે કહીઅે તેમ તારે રહેવુ પડશે, તારે અમારા ઘરના નીતી નિયમો મુજબ ચાલવુ પડશે કહી મહેણા ટોણા માર્યા હતા અને બધાએ કૌશીકાબેનને કહેલ કે તારે પિયર જવાનુ નહી કે પિયરવાળાને આપણા ઘેર બોલાવવા નહી.

તેમજ કૌશીકાબેનના ભાણીયા આવતા સાસુ-સસરા ન ગમતા આ બાબતે પતિને ઉપરના માળે સૂવા ગયા હતા તે દરમિયાન કહેતા લાફો મારી દીધો હતો અને તને ઉપરથી નીચે ફેકી દઇશ કોઇને ખબર નહી પડે કહેતા આ બાબતે કૌશીકાબેને સાસુ,સસરા વાત કરતા પતિને સમજાવવાને બદલે વાંક કાઢી દિયરે પણ ગમેતેમ બોલાચાલી કરી હતી. ત્યારબાદ સાસુએ બેશરમની જેમ શું કામ અમારા ઘેર પડી રહે છે તુ અમારા ઘરમાંથી નીકળી જા મારા છોકરાના બીજા લગ્ર કરવી દઇશું પણ તને રાખવાની નથી કહી માર માર્યો હતો. કૌશીકાબેને સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...