હાલાકી:સુરપુરની મહિલા પર ત્રાસ ગુજારતાં ફરિયાદ, સિદ્ધપુર પરણાવેલ મહિલાને મારઝૂડ કરીને પતિ સુરપુર ગામના નાકે ઉતારી ગયો

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના સુરપુરની પરીણિતાને છેલ્લા બે એક વર્ષથી પતિ અને સાસરિયાં દ્વારા ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદ નોંધાવતાં ઇડર પોલીસે પતિ સહિત કુલ સાત જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.સુરપુરના સલમા બહેનના સિદ્ધપુરના મુસ્તફા એહમદશા ફકીર (રહે. શુકન સોસાયટી કાકોશી રોડ) સાથે થયા હતા. છેલ્લા બે-એક વર્ષથી તેમના સસરા એહમદશા બચુશા ફકીર, સાસુ મહેમુદાબાનું , જેઠ મહંમદશા, જેઠાણી ગુલશનબાનું, દિયર રિઝવાન, દેરાણી સમીમબાનું તેમના પતિને કોઈને બહાને ચઢવણી કરતા મુસ્તફા અહેમદશા ફકીર અપશબ્દો બોલી મારઝૂડ કરી સતત ત્રાસ ગુજારી રહ્યા હતા તથા મારઝુડ કરીને સલમા બેનને સુરપુર રોડ પર ઉતારી જતા રહ્યા હતા અને કોઇ ફરીથી લેવા આવ્યું ન હોતુ. ઇડર પોલીસે પતિ સહિત સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દિયર અને દેરાણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...