તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:હિંમતનગરની યુવતીને દીકરી અવરતાં ત્રાસ આપતાં ફરિયાદ

હિંમતનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીજી પુત્રીનો જન્મ થતાં ત્રાસ આપી ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરતાં ગાંધીનગરના સાસરિયાં સામે ફરિયાદ નોંધાઇ

હિંમતનગરની યુવતીના ગાંધીનગર લગ્ન થયા હતા. દરમિયાન દીકરીનો જન્મ થતાં પતિ સહિત અન્ય સાસરિયા મ્હેણા ટોણા મારી ત્રાસ આપતા અને બીજી વખત રહેલ ગર્ભનું પરીક્ષણ કરવા દબાણ કરી દહેજ પેટે રૂ.5 લાખની માગણી કરતાં હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગર સહકારી જીન રોડ વિસ્તારની રણછોડરાય સોસાયટીમાં રહેતા કનુભાઇ કેશાભાઇ પ્રજાપતિની ગાંધીનગરમાં પરણાવેલ દીકરી રીધમને તેનો પતિ સંતોષકુમાર રમણલાલ પ્રજાપતિ, સસરો રમણલાલ હરિભાઇ પ્રજાપતિ,જેઠ આશીષભાઇ રમણલાલ પ્રજાપતિ, જેઠાણી કોમલબેન આશિષભાઇ પ્રજાપતિ, સહિત નવા નરોડાની રહેવાસી નણંદ જાગૃતિબેન રીધમને દીકરીનો જન્મ થયો ત્યારથી તે દીકરી જણી તેમ કહી ઘરકામ બાબતે મ્હેણા ટોણાં મારી દહેજ પેટે રૂ.5 લાખની માગણી કરી બીજી વખત રહેલ ગર્ભનું પરીક્ષણ કરાવવા દબાણ કરી પતિ શંકા રાખી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો