ત્રાસ:હાજીપુરની મહિલાને ઘરકામ બાબતે સાસરિયાંએ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાને માતા અને ભાઇ સાસરીમાં મુકવા જતા કાઢી મૂક્યા

હિંમતનગરના હાજીપુરની પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસ ગુજારવા બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય જણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરના ચાંદરણી ગામના વિમલબેનના લગ્ન હાજીપુરમાં રહેતા સુકેતુભાઇ મણીલાલ વાઘેલા સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા બાદ પતિ, સાસુ, સસરા અને નંણદ સાથે રહેતા હતા

અને લગ્નના એકાદ વર્ષ બાદ સાસુ મધુબેન મણીલાલ વાઘેલા, સસરા મણીલાલ છગનભાઇ વાઘેલા અને નણંદ કોમલબેન હેમીકભાઇ સોલંકી ઘરકામ બાબતે અવારનવાર ઝઘડા કરતા હતા જેથી વિમલબેન પિયરમાં જતા રહ્યા બાદ તેમના પિતાએ સમાધાન કરી ફરીથી સાસરીમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ વિમલબેન ગર્ભવતી થતા સસરાએ લેબોરેટરી કરાવ આ બાળક કોનું છે કહી તથા સાસુ અને નણંદે ઘરકામ બાબતે વાંધાવચકા કાઢી પતિ સુકેતુભાઇની ચઢમણી કરતા હતા.

વિમલબેનના પિતાનું કોરોના મહામારી દરમિયાન મોત નીપજતા સૂતકમાં બંને પતિ- પત્ની ચાંદરણી ગયા હતા. વિમલબેનને ત્યાં રોકાયાહતા. વિમલબેનને તાવ આવતા હોસ્પિટલમાં લઇ જતા કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા પતિ સુકેતુને જાણ કરતા તારા પિયર હોવાથી તને કોરોના થયા છે કહી ઝઘડો કર્યો હતો અને વિમલબેને હાજીપુર આવવાનુ નથી કહી વિમલબેનને લીધા વગર જતા રહ્યા હતા. ત્યારબાદ તા.27/05/21 વિમલબેનને તેમના ભાઇ અને માતા સાસરીમાં મૂકવા આવતા સસરાએ તુ અહીં શું કામ આવી છે તથા સાસુ અને નણંદે પણ તકરાર કરી તેમના ભાઇ અને માતા સાથે બોલાચાલી કરી કાઢી મૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...