તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ:સીટબેલ્ટ ન પહેરતાં કારચાલકને રોકતાં પોલીસકર્મીનો વીડિયો ઉતારતાં ફરિયાદ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના ગઢોડાના કારચાલકે સીટ બેલ્ટ પહેરેલ ન હોવા અંગે અને કારના પેપર માંગતા કારમાંથી ઉતરી પોલીસ કામગીરીનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો

હિંમતનગર શહેરના મોતીપુરામાં ગુરુવારે સાંજે વાહન ચેકિંગ દરમિયાન કાર ચાલકે પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન કરી પોલીસ કામગીરીનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ કરતાં પોલીસકર્મીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરૂવાર સાંજે પોણા સાતેક વાગ્યે એ ડિવિઝન પોલીસ દ્વારા મોતીપુરા સર્કલે વાહન ચેકિંગ કરાઇ રહ્યું હતું. તે દરમિયાન શામળાજી તરફથી આવી રહેલ કાર નં. જી.જે-09-બી.ઈ-3056 ના ચાલક યશદીપ ઉર્ફે અભય દિનેશભાઈ પટેલે (24) (રહે. ગઢોડા) સીટબેલ્ટ પહેરેલ ન હોવાથી પોલીસ કર્મી વૈભવ રઘજીભાઇએ તેને ઉભો રાખી સીટ બેલ્ટ પહેર્યો ન હોવા અંગે અને ગાડીના પેપર્સ માંગતા ચાલકે ગાડીમાંથી ઉતરી પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરી વીડિયો ઉતારવા લાગી તમારી નેમ પ્લેટ નથી, તમે ડ્રેસમાં નથી, કમાણી ઓછી પડે એટલે આવું ચાલુ થાય તેવુ આક્ષેપિત વર્તન કરી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી.

વાયરલ વીડિયોમાં યુવક બોલતો સંભળાય છે અને ગાડીએ જમા કરી લો, મોબાઇલ જમા કરી લો મને પકડી લો એમ બોલતો રહે છે અને પોલીસકર્મી પીએસઆઇને બોલાવે છે જે આવીને મોબાઈલનો કેમેરો બંધ કરાવે છે. આ વિડીયોમાં પોલીસકર્મી અને વીડિયો ઉતારનાર યુવક એકબીજાથી દૂર એકંદરે શાંત ઉભા રહેલા જણાઈ રહ્યા છે. પોલીસકર્મી વૈભવ રઘજીભાઈની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે યશદીપ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

કમાણી ઓછી પડે એટલે આવું ચાલું કર્યુ તેવું વર્તન કર્યુ
તમારી નેમ પ્લેટ નથી, ડ્રેસમાં નથી, કમાણી ઓછી પડે એટલે આવું ચાલુ થાય તેવુ આક્ષેપિત વર્તન કરી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી

અન્ય સમાચારો પણ છે...