તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પરબડાની પરિણીતાને ફોન ઉપર ત્રણ વાર તલાક આપતાં ફરિયાદ

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પરિણીતાને ગડદાપાટુનો માર મારી ત્રાસ આપી કાઢી મૂકી હતી

હિંમતનગરના પરબડાની પરિણીતાને સાસરિયાની ચઢામણીથી પતિએ ઘરકામ બાબતે તકરાર કરી ત્રાસ ગુજારતાં પિતાના ઘેર જતી રહેતા પતિએ ફોન કરી ફોન પર ત્રણ વાર તલાક બોલી અને હવે તને રાખવાની નથી કહેતા પરિણીતાએ જાદર પોલીસ સ્ટેશનમાં 4 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સમીમબેન મહેબુબભાઇ વિજાપુરાના લગ્ન પરબડામાં રહેતા મસઉદભાઇ અબ્દુલભાઇ વિજાપુરા સાથે થયા હતા અને છેલ્લા પાંચેક વર્ષથી સસરા અબ્દુલભાઇ યાકુબભાઇ વિજાપુરા, દિયર અજીજભાઇ અબ્દુલભાઇ વિજાપુરા અને અકીકભાઇ અબ્દુલભાઇ વિજાપુરા કામકાજ બાબતે અવાર નવાર મહેણા મારતા હતા

અને પતિ મસઉદભાઇની ચઢમણી કરતા ત્રાસ ગુજારતા હતા અને 20 દિવસ અગાઉ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારતા કહેલ તુ તારા પિતાના ઘેર જતી રહે જેથી ત્રાસ સહન ન થતા દસેક દિવસથી સમીમબેન પિયરમાં છે અને તા. 19-12-20 ના રોજ સાડા પાંચેક વાગ્યે પતિ મસઉદભાઇએ સમીમબેનને ફોન કરી ત્રણ વખત તલાક બોલી કહ્યુ હતુ કે તને મારે રાખવાની નથી જેથી જાદર પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભરણપોષણ,મારઝૂડ, મુસ્લિમ મહિલા અધિનિયમ 2019 ની કલમ 4 અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો