વિવાદ:દેલવાડાની સીમમાં 2 શખ્સોએ 2 યુવકોને માર મારતાં ફરિયાદ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે ટ્રેક્ટર એકદમ વાળી દેતા બાઇક સવાર 2 યુવકો પડી જતાં ઠપકો આપતાં માર માર્યો

દેલવાડા ગામની સીમમાં ટ્રેક્ટર ચાલકે એકદમ ટ્રેક્ટર વાળી દેતા પાછળ આવી રહેલ 2 બાઇક સવાર પડી જતા કહેવા જતા બંને જણાને માર મારી પાંસળીનું ફ્રેક્ચર કરતા પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.12/10/21ના રોજ એક વાગ્યાના સુમારે દેલવાડા ગામની સીમમાં સેબલીયા ગામના મોટી ફળી વિસ્તારના રમજુભાઇ રેશ્માભાઇ ગમાર અને અશોકભાઇ બાઇક લઇને જઇ રહ્યા હતા તે દરમિયાન આગળ જઇ રહેલ ટ્રેક્ટર ચાલકને સાઇડ આપવા હોર્ન વગાડતાં ટ્રેક્ટર ચાલકે સાઇડ આપી ટ્રેક્ટર એકદમ વાળી દેતા બંને જણા રોડ પડી ગયા હતા.

આ બાબતે બોલાચાલી થતાં મોટા સેબલીયા (ડેગરફળો)ના બાબીયાભાઇ કુંપાભાઇ ગમાર અને રામજીભાઇ ભીમાભાઇ ગમારે બંને જણાને ગડદાપાટુનો માર માર્યો હતો અને અશોકભાઇને બાબીયાભાઇએ પીઠના પાછળના ભાગે લાતો મારતા પાંસળીનું ફ્રેક્ચર થયું હતું. જેથી તેમને સારવાર અર્થે દાખલ કર્યા બાદ રમજુભાઇએ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...