ક્રાઇમ:વડાલીમાં લગ્નના ઇરાદે યુવતીનુ શખ્સે અપહરણ કરતાં ફરિયાદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાલીમાં 18 વર્ષીય યુવતીને વડાલીનો જ શખ્સ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જતા યુવતીની માતાએ વડાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર વડાલીમાં 18 વર્ષીય દિકરી તા.16/07/21ના રોજ સવારે સાડા છએક વાગ્યાના સુમારે ક્યાં જતી રહી હોવાથી શોધખોળ કરવા છતાં મળી ન આવતા અને પરિવારના માણસોને જાણવા મળેલ કે વડાલી ગામનો દેવેન્દ્રકુમાર રમેશભાઇ ચૌધરી(પટેલ) તેમની દિકરીને બળજબરી પૂર્વક લઇ ગયો છે જેથી આ દેવેન્દ્રના ઘરે તપાસ કરતા તેના મા-બાપે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને આ દેવેન્દ્રભાઇના પિતા રમેશભાઇ તથા તેની બા મનીષાબેન એ ભગાડવામાં મદદ કરી છે.

તેમજ રમેશભાઇની જૂની સાસરી ડુંગરપુર થતી હોઇ ત્યાં રહેતા દેવેન્દ્રભાઇના મામાએ સંતાડી રાખ્યાના આક્ષેપ સાથે વડાલી પોલીસ સ્ટેશનમાં યુવતીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ ચારેય જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...