તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાલીના નાદરીના યુવકનુ કૂવામાં પડીને મોત થવાના કિસ્સામાં મૃતકના પિતાએ કેટલા શખ્સો સામે શંકા વ્યક્તિ કરતી અરજીઓ કરતા 8 જેટલા શખ્સોએ એક સપ્તાહ અગાઉ ભોગ બનનારના ઘર આગળ જઇ જાતિ વિષયક અપમાનિત કરી અરજીઓ પાછી ખેંચી લો નહીતર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવા અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. નાદરી નવી વસાહતમાં રહેતા યુવકનુ તા. 14-11-20 ના રોજ કૂવામાં પડી જવાથી મોત થયું હતુ જેને પગલે મૃતકના પિતા મણીભાઇ મૂળાભાઇ વણકરે કેટલાક શખ્સો સામે શંકા વ્યક્ત કરતી અરજીઓ કરી હતી
જેની અદાવત રાખી બેચરભાઇ અંબુભાઇ પટેલ, પ્રભુભાઇ અંબુભાઇ પટેલ, અશોકભાઇ બેચરભાઇ પટેલ, વિઠ્ઠલભાઇ વક્તાભાઇ પટેલ, નટવરભાઇ જેઠાભાઇ પટેલ (તમામ રહે. નાદરી) તથા ભૂપતભાઇ સવજીભાઇ ઠાકોર, રમેશભાઇ તેજાભાઇ ઠાકોર અને કાળુભાઇ ચીમનભાઇ ઠાકોર (રહે. દેલવાડા વસાહત) ભેગા થઇને તા. 22/12/20 ના રોજ મણીભાઇના ઘેર આવ્યા હતા અને અપશબ્દો બોલી જાતિ વિષયક અપમાનિત કરી અમારા સામે કેમ ખોટી અરજીઓ કરો છો, અરજીઓ પાછી ખેંચી લેજો નહીતર મારી નાખીશુ તેવી ધમકીઓ આપી હોવા અંગે મૃતકની બહેન પાર્વતીબેને ફરિયાદ નોંધાવતા વડાલી પોલીસે ગુનો નોંધ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.