ફરિયાદ:કાંકણોલ પાસે દંડ પાવતી આપતાં પોલીસને ધમકી આપનાર ઇકો ચાલક સામે ફરિયાદ

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર એ ડિવિઝનમાં પુનાસણના શખ્સ સામે ફરિયાદ

હિંમતનગર એડીવીઝન પોલીસકર્મીઓ મંગળવારે બપોરે કાંકણોલ નજીક ઇકોને દંડ પાવતી આપતા હતા તે દરમિયાન એક શખ્સે પોલીસ મથકની ગાડી લઇને હાઇવે પર કામગીરી ન કરવાની હોય કહી એસીબીમાં ફરીયાદ કરવી પડશે તેવી ધમકીઓ આપતા એડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.15/02/22 ના રોજ હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વૈભવકુમાર રઘજીભાઇ તથા ડ્રાયવર કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ સોનસિંહ મોબાઇલ ગાડી નં. જી.જે-18-જી.એ-2654 લઇને બપોરે ત્રણેક વાગ્યે સહકારીજીન ચાર રસ્તા નજીક વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન ઇકો ગાડી નં. જી.જે-01-એચ.ડબલ્યુ-4586ને હાથનો ઇશારો કરી ઉભો રહેવા જણાવતા ઇકો ગાડીના ચાલકે ઇકો ઉભી ન રાખતા પોલીસે પીછો કરી કાંકણોલ ગામ નજીક ઉભી રખાવી વાહન ચાલકે સીટ બેલ્ટ પહેરેલ ન હોઇ પાવતી આપવાની કામગીરી કરતા હતા તે દરમિયાન સાડા ત્રણેક વાગ્યાના સુમારે ઇકો ગાડી નં. જી.જે-09-બી.જી-6669 ના ચાલક દિનેશસિંહ પ્રતાપસિંહ સીસોદીયા (રહે. પુનાસણ તા. હિંમતનગર)એ શામળાજી તરફથી આવી તેની ગાડી અવરજવરમાં અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી પોલીસ કર્મીઓને અહી કેમ ઉભા છો ? તમારે પોલીસ સ્ટેશનની ગાડી સાથે અહી રોડ ઉપર આવવાનુ જ ન હોય તમારે બીજું કંઇ કામ નથી તમે આ ઇકો ગાડીના ચાલકને કેમ રોક્યો છે ? તેને જવાદો નહિતર તમારા વિરૂધ્ધ હું એસપીને રજૂઆત કરી તથા એસીબીના ગુનામાં ફસાવી દઇ તમને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઇશની ધમકી આપી આપી જતો રહેતાં એડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ દિનેશસિંહ પ્રતાપસિંહ સિસોદીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...