તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ભૂરીધરફળમાં સગીરાને ધમકી આપી ગર્ભવતી બનાવતાં યુવક સામે ફરિયાદ

લાંબડીયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું, મેં તેને ગર્ભવતી બનાવી છે પરંતુ હું તેને રાખવાનો નથી તેવું પરખાવી યુવક રફૂચક્કર થઇ ગયો

ખેડબ્રહ્માના ભૂરીધરફળમાં પાડોશમાં રહેતા યુવકે સગીરાની એકલતાનો લાભ લઇ કોઇને કંઇ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સગીરાના પિતાએ સામાજિક રિતરિવાજ મુજબ ખુલાસો કરવાનું કહેતા યુવકે મેં તેને ગર્ભવતી બનાવી છે પરંતુ હું તેને રાખવાનો નથી તેવું ચોખ્ખું પરખાવતાં જ સગીરાના પિતાએ ખેરોજ પોલીસ મથકમાં ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી.

ખેડબ્રહ્મા તાલુકાના ભૂરીધરફળમાં પાડોશમાં રહેતા યુવક દ્વારા આશ્રમ શાળામાં ભણતી અને લોકડાઉનના લીધે ઘરે રહેતી સગીરાનું તેના માતા-પિતા મજૂરી અર્થે બહારગામ જતાં એકલતાનો લાભ લઈને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપીને વારંવાર જાતીય શોષણ કરી ગર્ભવતી બનાવતાં સગીરાના ઘરનાઓને સમગ્ર મામલો ધ્યાને આવતા યુવતીના પિતાએ સામાજિક રીતરિવાજ મુજબ પંચોને ખુલાસો કરવાનું કહેતા યુવકે મેં તેને ગર્ભવતી બનાવી છે પરંતુ હું તેને રાખવાનો નથી તેવું ચોખ્ખું પરખાવતાં જ યુવતીના પિતાએ ખેરોજ પોલીસ મથકમાં ગુરુવારે સાંજે ભાગી છૂટેલ લાલા સાયબા ગમાર સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો