કાર્યવાહી:તલોદમાં વેપારી પાસેથી 6.69 લાખના સીંગદાણા ખરીદી પૈસા ન આપતાં હિંમતનગરના 3 વેપારી અને 4 ડ્રાયવર સામે ફરિયાદ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6400 કિલો સીંગદાણા ખરીદી ધક્કા ખવડાવ્યા બાદ ઠગાયાની જાણ થઇ, આપેલ ચેક પણ રિટર્ન થયો

હિંમતનગરના કિફાયતનગરના 3 વેપારીઓએ તલોદની કિસાન સીડ્સ કોર્પોરેશનમાંથી રૂ.6,69,376 ના અંદાજે 6400 કિલોગ્રામ સીંગદાણા ખરીદી ધક્કા બેંકના ચેક આપ્યા બાદ છેતરપિંડી થવાની ખબર પડતાં 3 વેપારી અને પીકઅપ ડાલાના 4 ડ્રાયવરો વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનિલભાઈ વશરામભાઈ માટલીયા તલોદમાં બારેક વર્ષથી કિસાન સીડ્સ કોર્પોરેશન નામની પેઢી ધરાવે છે અને સીંગદાણા તથા સોયાબીનનો વેપાર કરે છે. તા.23-06-20 ના રોજ હિંમતનગરના કિફાયતનગરમાં રહેતા મહંમદ વસીમ અબ્દુલ રઝાક મેમણ નામના શખ્સે અનિલભાઈને ફોન કરીને 2 હજાર કિગ્રા સીંગદાણા લેવાના હોવાનું કહી ભાવતાલ નક્કી કરી તા.24-06-20 ના રોજ રૂ. 2,02,126 ચેક લઈને પીકઅપ ડાલુ મોકલી આપ્યું હતું.

ત્યારબાદ તા. 28-06-20 ના રોજ મોહંમદ વસીમના ઓળખીતા જાવેદભાઈ કાદરભાઈ મેમણે ફોન કરી ભાવતાલ નક્કી કરી તા. 29-06-20 ના રોજ રૂ. 2,06,850નો ચેક લઈને 2 હજાર કિલો સીંગદાણા ભરી આપવા ડાલુ મોકલ્યું હતું. ચેક આપીને સીંગદાણા મળી રહ્યા હોઈ મહમદ વસીમના અન્ય એક ઓળખીતા ઇફતારભાઈ અબ્બાસભાઈ શેખ (રહે. પરબડા) ના નામે તા.01-07-20 ના રોજ અનિલભાઈ ને ફોન કરી 2400 કિલો સીંગદાણા જોઈતા હોવાનું જણાવી તા.02-07-20 ના રોજ રૂ. 2,64,400 નો ચેક લઈ ડાલુ મોકલી આપી સીંગદાણા લઈ જવાયા હતા. ત્રણેય કિસ્સામાં કરંટ ડેટના ચેક અપાયા હતા. પરંતુ અનિલભાઈને મહંમદ વસીમ મેમણનો ચેક તા.24-06-20 ના રોજ બેંકમાં ભર્યા બાદ તા.03-07-20 ના રોજ રિટર્ન થવાની પણ જાણ થઈ હતી જેને કારણે એક વખત છેતરાયા બાદ વધુ બે વખત છેતરપિંડી થઈ હતી. તલોદ પોલીસે અનિલભાઈની ફરિયાદને આધારે 3 વેપારી અને પીકઅપ ડાલાના 4 ડ્રાયવર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

આમની સામે ફરિયાદ
1. મહંમદ વસીમ અબ્દુલરઝાક મેમણ (રહે. કિફાયતનગર હિંમતનગર)
2. જાવેદભાઈ કાદરભાઈ મેમણ (રહે.કિફાયતનગર હિંમતનગર)
3. ઇફ્તારભાઈ અબ્બાસભાઈ શેખ (રહે. પરબડા હિંમતનગર)
4. પીક-અપ ડાલુ નં.જી.જે-9-એ.યુ-2637 નો ચાલક કાન્તિભાઈ
5. પીક-અપ ડાલુ નં.જી.જે-9-એ.યુ-2068 નો ચાલક ઇલીયાસ ભાઈ
6. પીક-અપ ડાલુ નં. જી.જે-9-એ.યુ-3652 નો ચાલક દિનેશભાઇ તથા
7. સમીરભાઈ મેમણ

અન્ય સમાચારો પણ છે...