તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:તલોદના લવારીમાં રસ્તા બાબતે મારામારી, 3 સામે ફરિયાદ

હિંમતનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક

તલોદ તાલુકાના લવારી ગામમાં ખેતરમાં જવાના રસ્તા બાબતે અગાઉ સમાધાન થઈ ગયું હોવા છતાં ફરીથી ગત શુક્રવારે બપોરે રકઝક થયા બાદ રાત્રે ધારીયું, કોશ વગેરે લઈ આવી ઝઘડો કરી માર મારતા તલોદ પોલીસે 3 જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તલોદ તાલુકાના લવારી ગામના ભીખુસિંહ મકવાણા ના પત્ની તારીખ 5/02/21ના રોજ ખેતરમાં ગયા હતા ત્યારે ખેતર પાડોશી સુરેશસિંહ શનસિંહ પરમારના પત્ની સુરેખાબેને આ રસ્તો તમારો નથી

અહીંથી નીકળવાનું નથી તેમ કહી તકરાર કરી હતી અને ત્યારબાદ સાંજે પોણા આઠેક વાગ્યે સુરેશસિંહ શનસિંહ પરમાર નરેશસિંહ શનસિંહ પરમાર અને જીતેન્દ્રસિંહ પરમાર હાથમાં કોશ અને ધારીયું લઈને ઘર આગળ આવ્યા હતા તથા બહાર આવો આજે રસ્તાની ચોખવટ કરી નાખીએ કહી બૂમ પાડતા ભીખુસિંહે ગામના આગેવાનોને કાલે ભેગા કરી રસ્તાની ચોખવટ કરીશું કહેતા ઉશ્કેરાઈ ગયા હતા અને ચોખવટ તો આજે જ કરવી છે કહીને સુરેશસિંહે લોખંડની કોશ મારી દીધી હતી અને નરેશસિંહે કમરના ભાગે ધારિયું મારી દીધું હતું ત્યારબાદ ત્રણેય જણાએ ગડદાપાટુનો માર માર્યો હતો ઇજાગ્રસ્ત ભીખુ સિંહને સારવાર અર્થે લઈ જવાયા બાદ પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો