સંકલ્પ:હિંમતનગરના એક જ પરિવારના પાંચ સભ્યોનો દેહદાનનો સંકલ્પ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે કોરોનાકાળમાં પણ કોરોના દર્દીઓને મદદ કરી હતી

હિંમતનગરમાં કોરોના મહામારી દરમિયાન રાત-દિવસ જોયા વગર કોરોના દર્દીઓની સહાય કરી હિંમત વધારનાર યુવકના સમગ્ર પરિવારે શુક્રવારે દેહદાન કરવાનુ સંકલ્પ પત્ર ભરતાં ઉપસ્થિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

કોરોના કાળમાં સિવિલને જ ઘર બનાવી સર્વનો મિત્ર બની ગયેલ રાકેશ ભાટીયા નામના યુવકે કોરોના દર્દીઓને ખડે પગે મદદ કરી હતી. વ્યક્તિ દેહદાન માટે વિચાર કરે અને અમલમાં મૂકવાનો નિર્ણય કરે એટલામાં પરિવાર સગાવ્હાલામાંથી વિરોધનું વાવાઝોડું શરૂ થઈ જાય છે. પરંતુ રાકેશ ભાટીયા અને તેમનો પૂરો પરિવાર - પાંચ સભ્યોએ મૃત્યુ પછી પણ પરોપકારની ભાવના અને સેવાના આશયથી દેહદાન કરવાનું નક્કી કરી શુક્રવારે બપોરે હિંમતનગર મેડિકલ કોલેજમાં દેહદાન માટેના શપથ ગ્રહણ કરી સંકલ્પપત્રમાં હસ્તાક્ષર કરતાં પહેલા માત્ર પરિવારનો દીકરો સમાજને સમર્પિત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...