તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભારંભ:ધો-6થી 8 માં 5 મહિના બાદ ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાની ખાનગી, સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં ધો-6 થી 8 માં ઓફલાઈન શિક્ષણનો આજે ગુરુવાર થી 5 માસ બાદ ફરી એકવાર પ્રારંભ થઇ રહ્યો છ. ગુરુવાર 2 જી સપ્ટેમ્બરથી ધો-6 થી 8 માં એસ.ઓ.પી. ના અમલ સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધા બાદ શાળા સંચાલકોએ વાલીઓના સંમતિ પત્ર મંગાવવા શરૂ કરી દીધા હતા. જિલ્લાની 700 થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓમાં 55268 વિદ્યાર્થીઓનું છેલ્લા 14 માસમાં 5 માસના અંતરાલ બાદ બીજી વખત ઓફલાઈન શિક્ષણ શરૂ થનાર છે.

શિક્ષણ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 30 ટકાથી વધુ વાલીઓની સંમતિ આવી ચૂકી છે 50 ટકાની મર્યાદા ને હાલ પૂરતી કોઈ સમસ્યા નડવાની સંભાવના જણાતી નથી. શાળા સંચાલકો દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ફેથ હાઈસ્કૂલના સંચાલક ગીરીરાજભાઈ પંડ્યાએ જણાવ્યું કે એસઓપીનો અમલ અમારા માટે નવી બાબત નથી ગત માર્ચ સુધી કરી ચૂક્યા છીએ અને બાળકો પણ મોટાભાગે વેલઅવેર છે.

અન્ય સમાચારો પણ છે...