તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત બાદ બ્લાસ્ટના CCTV:પ્રાંતિજના મજરા પાસે ઘાસ ભરેલા ટેમ્પો અને CNG સિલિન્ડરની આઈસર ટકરાયા, ગેસ લિક થયો અને બ્લાસ્ટ બાદ આગ લાગતાં એક વ્યક્તિ સળગ્યો

હિંમતનગર23 દિવસ પહેલા
પ્રાંતિજ ત્રિપલ એક્સિડેન્ટની ચાર તસવીર, પ્રથમ CNG ભરેલા આઈસર અને ઘાસ ભરેલા ટ્રેમ્પોની ટક્કર, બીજી ગેસ લિક, ત્રીજીમાં બ્લાસ્ટ અને ચોથીમાં આગમાં લપેટાયેલો વ્યક્તિ
  • નાના ચિલોડાથી સિલિન્ડર ભરેલા આઇસરમાં 4 મહિલાઓ કંપનીમાં મજરા નોકરીએ આવતી હતી, મૃતકનો પુત્ર પાછળ હોવાથી બચી ગયો
  • મૃતક મહિલા સહિત 4 કેબિનમાં બેઠા હતા, અન્ય 3 મહિલાઓ અને ચાલક ગંભીર રીતે દાઝ્યા, પાછળ ડાલું પણ ઘૂસી ગયું હતું

CNG સિલિન્ડર ભરેલું આઇસર 6 ફેબ્રુઆરીએ સવારે 8:30 કલાકે મજરા ચોકડી પહોંચ્યું હતું. અહીં બમ્પ આવતાં ધીમું પડતાં ઘાસ ભરેલા ટેમ્પો અને આઈસર વચ્ચે સમાંતર ટક્કર થઈ હતી. જેમાં સિલિન્ડરના વાલ્વ તૂટી ગયા હતા અને આંખના પલકારામાં ગેસ લિક થયો હતો અને સ્પાર્ક થતાં તરત આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ અકસ્માત સ્થળે દૂર એક દુકાનના સીસીટીવીમાં કેદ થયા હતા. આગ લાગતા જ વાહન તરફથી એક વ્યક્તિ બચવા દોડતો દેખાય છે પરંતુ તે આગની ચપેટમાં આવી ગયો હતો અને તે સળગતો દેખાતો હતો.

સામાન્ય ટક્કર અને ભયાનક આગ સાથે બ્લાસ્ટ
નાના ચિલોડાના સીએનજી મધર સ્ટેશનથી આઇસર નં. જી.જે-18-એ.ઝેડ-7785 ગેસ સિલિન્ડર લઈને નીકળી હતી. મજરા નજીક ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓ અને યુવાન છાલાથી તેમાં બેઠા હતા. મહિલાઓ કેબિનમાં અને 20 વર્ષીય યુવાન પાછળ બેઠો હતો. મજરા ચોકડી આગળ બમ્પ નજીક CNG સિલિન્ડર ભરેલું આઇસર અને ઘાસ ભરેલા ટેમ્પો નં. જી.જે-7-ઝેડ-9169ની સમાંતર ટક્કર થઈ હતી. બંને વાહનોની ટક્કર દરમિયાન ગેસ સિલિન્ડરોને ઘસાતાં સિલિન્ડરના વાલ્વ તૂટી ગયા હતા. બંને વાહનો ઊભા રહેતા જ ગેસ લિક થયો હતો અને આંખના પલકારામાં જ સ્પાર્ક આગ લાગી હતી. સિલિન્ડરમાંથી ગેસનો ફ્લો વધુ હોવાથી બ્લાસ્ટ પણ થયા હતા.

બમ્પ પાસે જ આઈસર અને ટેમ્પોની ટક્કર થઈ હતી
બમ્પ પાસે જ આઈસર અને ટેમ્પોની ટક્કર થઈ હતી

એક મહિલા કેબિનમાં જ ભડથું થઈ ગઈ
બે વાહનોની ટક્કર બાદ પાછળ આવતું પીકઅપ ડાલું નં. જી.જે-9-એ.યુ-831 પણ ઘાસ ભરેલા ટ્રકના પાછળ ઘૂસી ગયું હતું અને ત્રણેય વાહનો સિલિન્ડરના બ્લાસ્ટના અવાજ વચ્ચે સળગવા માંડ્યા હતા જેમાં આઇસરના ચાલક છાલાથી મજરા આવવા કેબિનમાં બેઠેલા ત્રણ મહિલાઓ ગંભીર રીતે દાઝતાં 108 મારફતે સારવાર અર્થે હિંમતનગર અને અમદાવાદ ખસેડ્યા હતા. એક મહિલાને સહેજ પણ મોકો ન મળતાં કેબિનમાં જ ભડથું થઇ ગઈ હતી. જો કે મૃતક મહિલાનો દીકરો રાહુલ (20) પાછળ બેઠેલો હોવાથી કૂદી જતાં બચી ગયો હતો.

બંને વાહનોની ટક્કર બાદ CNG સિલિન્ડરનો વાલ્વ તૂટી ગયો હતો જેથી ગેસ લિક થયો હતો
બંને વાહનોની ટક્કર બાદ CNG સિલિન્ડરનો વાલ્વ તૂટી ગયો હતો જેથી ગેસ લિક થયો હતો

મારી નજર સામે જ આગ મારી માતાને આગ ભરખી ગઇ
મૃતક સુમિત્રાબેનના 20 વર્ષીય પુત્ર રાહુલે જણાવ્યું હતું કે, બમ્પ પસાર કરી આઇસર ઉભુ રહે એટલે ઉતરવાનું જ હતું એટલામાં ઘાસ ભરેલો ટેમ્પો ઘસાઈને નીકળતા એકદમ બ્લાસ્ટ થયો ડરી જતા હું કૂદી ગયો મારી માતાને કેબિનમાંથી બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો મારી નજર સામે ત્રણ વાહનોમાં આગની લપટો ઉઠી અને માતાને ભરખી ગઈ.

ગેસ લિક થયાની ગણતરીની સેકન્ડમાં જ સ્પાર્ક થતાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો
ગેસ લિક થયાની ગણતરીની સેકન્ડમાં જ સ્પાર્ક થતાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો

હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને મુસાફરો પણ રડી પડ્યા હતા
નેશનલ હાઈવે પર પસાર થતાં વાહનોમાં સફર કરી રહેલા લોકોને માણસો દાઝી ગયાની અને મહિલા ભડથું થઈ ગયાની ખબર પડતાં ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

બે કિમી વાહનોની લાઈનો લાગી
ત્રિપલ અકસ્માતમાં વાહનોમાં આગ લાગતા 2 કિ.મી.થી વધુ લાંબી લાઈનો લાગતાં ટ્રાફિક થયો હતો.

ગંભીર રીતે દાઝી ગયેલા
1. ઝુલેખાબીબી ઈસ્માઈલભાઈ કાઝી (રહે. છાલા)
2. અમીનાબેન જાકીરભાઇ રાઠોડ (રહે. છાલા)
3. અફસાનાબેન હનીફભાઇ કુરેશી (રહે. છાલા)
4. કાંતિભાઈ મોહનભાઈ રાવળ (ચાલક)

ગેસે આગ પકડતા બ્લાસ્ટ થતાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી ગયો હતો અને દોડતો દેખાયો
ગેસે આગ પકડતા બ્લાસ્ટ થતાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી ગયો હતો અને દોડતો દેખાયો

આ રીતે સર્જાઇ કરૂણાંતિકા: પ્રાંતિજ પીઆઇ
પ્રાંતિજ પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આઇસરની બાજુમાંથી નીકળવા દરમિયાન ટેમ્પાનું પડખું આઇસરના સિલિન્ડરો સાથે ઘસાતાં સિલિન્ડરના વાલ્વ તૂટી જતાં પ્રેશર સાથે ગેસનો ફ્લો થયો હતો અને આ દરમિયાન સ્પાર્ક મળી જતાં આગ લાગી હતી અને તમામ સિલિન્ડરોએ ગણતરીની સેકન્ડમાં આગ પકડી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો