તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ:ક્રેડિટ કાર્ડ મંજૂર થઇ શકેનું કહી લીંક મોકલી ઓનલાઇન છેતર્યો

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇડરના કમાલપુરના યુવક સાથે 14હજારની ઠગાઇ

ઇડરના કમાલપુરમાં યુવકને 7 માસ અગાઉ તમારે એસબીઆઇનું ક્રેડિટ કાર્ડ મંજૂર નહી થઇ શકે પરંતુ કોટક બેંકનુ ક્રેડિટ કાર્ડ મળશે કહીને ઓનલાઇન લીંક મોકલી તમામ વિગતો ભરાવી રૂ.4900 ના બે અને 4990 નું એક ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ. 14790 ઉપાડી લીધા હોવા અંગે જાદર પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કમાલપુરના ઉર્વેશકુમાર રમેશભાઇ પટેલના મોબાઇલ પર તા. 10-08-20 ના રોજ ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમારે એસબીઆઇ બેંકનુ ક્રેડિટ કાર્ડ મંજૂર થઇ શકે તેમ નથી પરંતુ કોટક બેંકનુ કાર્ડ મળશે જણાવી એક લીંક મોકલી હતી અને કહ્યુ કે લીંકમાં મોકલેલ ફોર્મમાં તમારા ખાતાની વિગતો ભરી દો ત્યારબાદ અહીંથી ક્રેડિટ કાર્ડ મોકલી દઇશુ ઉર્વેશકુમારે એસબીઆઇ નેટબેંકીંગનુ યુઝર આઇડી પાસવર્ડ નાખતાની સાથે જ તેમના ખાતામાંથી રૂ.4900, 4990 અને 4900 મળી કુલ રૂ.14790 ઉપડતાં હિંમતનગર સાયબર સેલમાં જે તે સમયે અરજી કર્યા બાદ તા.1 એપ્રિલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો