તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદની સંભાવના:2થી 4 જાન્યુઆરીમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ શક્યતા

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • હવામાન વિભાગની આગાહીને લઈ કૃષિ વિભાગે એડવાઈઝરી જારી કરી

નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનતા નવા વર્ષના પ્રારંભે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં 2 થી 4 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારમાં માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યકત કરાતા કૃષિ વિભાગે ખેડૂતો માટે એડવાઈઝરી જારી કરી છે જોકે, સારી વાત એ છે કે જ્યાં પણ વરસાદ થશે ઝાપટા સ્વરૂપે થવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા 2 જી જાન્યુઆરીથી 4 થી જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવરણ અને કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનો અનુભવ પણ થઈ શકે છે તદ્પરાંત પવનનું પણ જોર રહેનાર છે.કૃષિ વિભાગે એડવાઈઝરી જારી કરી છે કે તૈયાર કપાસની વીણી તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી લેવી તથા શાકભાજી જેવા પાકને ગોડાઉનમાં રાખવો.

વેચાણ અર્થે ખેતબજારમાં જતી વેળા જણસીઓ ઢાંકીને લઈ જવી અથવા આ સમયગાળામાં વેચાણ માટે જવાનું ટાળવું, ખાતર વગેરેનો જતો સુરક્ષિત સ્થળે ખસેડી લેવો, ઢાળીયા - શેઢના પતરા ઉડે નહીં તેની તકેદારી રાખવી, ઘરની આજુબાજુમાં ઝાડ હોય તો છટણી કરવી તથા ઉભા પાકમાં હાલના સંજોગોમાં નાઇટ્રોજનયુક્ત એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું લાભપ્રદ બની રહેનાર છે.

ઉત્તર ગુજરાતમાં પવનનું જોર ઘટતા પારો અડધાથી 2 ડિગ્રી વધ્યો
ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીના ત્રીજા દિવસે બુધવારે ઉત્તરના પવનનું જોર ઘટ્યું હતું. જેના કારણે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો અડધાથી 2 ડિગ્રી સુધી વધ્યું હતું. તેમ છતાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. જોકે, 7.2 ડિગ્રી સાથે ડીસા અને કેશોદ રાજ્યનું સૌથી ઠંડા શહેર રહ્યા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે ઉ.ગુ.માં ઉત્તર દિશામાં ફૂંકાતા ઠંડા પવનનું જોર ઘટ્યું હતું. જેના કારણે વહેલી સવારનું તાપમાન 2 ડિગ્રી સુધી ઉચકાયું હતું. તેમ છતાં પારો 10 ડિગ્રીથી નીચે રહેતા સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો મકારો યથાવત રહ્યો હતો.

5 શહેરોનું તાપમાન

શહેર

તાપમાન(ડિગીમાં)

મહેસાણા10.2(+2.2)
પાટણ8.5(+1.5)
ડીસા7.2(+0.6)
ઇડર8.0(+1.3)
મોડાસા9.8(+1.8)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો