તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદનના વૃક્ષોની ચોરી:ઇડરના લાલોડામાં ચંદનના 15 વૃક્ષો કાપીને ચોરી જતાં ચકચાર

હિંમતનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવે-2017 થી અત્યાર સુધીમાં ત્રીજી ચોરી, ચોરો પકડાયા નથી

ઇડરના લાલોડામાં 12 વર્ષથી ઉછેરીને મોટા કરેલા ચંદનના વૃક્ષની છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત ચોરી થતાં ખળભળાટ મચ્યો છે. સોમ-મંગળવારની રાત્રિ દરમિયાન લાલોડાના ખેમાભાઇ અમીચંદભાઇ પટેલના લાલોડાથી સવગઢ જતા રોડ પર સર્વે નં-64 ના ખેતરમાંથી 15 વૃક્ષોનું ચંદનનુ લાકડુ કાપીને ચંદનચોર પલાયન થતાં ઇડર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખેમાભાઇ અમીચંદભાઇ પટેલે લાલોડાની સીમમાં તેમની પત્નીના નામે ચાલતા સર્વે નં-64 માં 12 વર્ષથી 400 ચંદનના વૃક્ષો વાવ્યા છે તા. 15-02-21 ના રોજ સાંજે સાતેક વાગ્યે ખેમાભાઇ ખેતરમાં આંટો મારી ઘેર ગયા હતા અને મંગળવારે 4 વાગ્યે ખેતરમાં જતા ચંદનના ઝાડ કપાયેલ હાલતમાં વેરણ છેરણ પડ્યા હતા.અજવાળુ થતા ચંદનના 15 વૃક્ષ થડમાંથી કાપેલા જોવા મળ્યા હતા અને કટરથી કાપીને તેમાંથી ત્રણ - ત્રણ ફૂટનુ સુગંધીદાર કુલ 40 ફૂટ જેટલુ લાકડુ અંદાજે કિ.રૂ.2,25,000 નુ કોઇ ચોરી કરી લઇ ગયાની પણ જાણ થતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ તા. 29-11-17 અને તા. 11-07-18 ની રાત્રિ દરમિયાન પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી અઢી લાખથી વધુના ચંદનની ચોરી થઇ હતી અને પોલીસે બંને કિસ્સામાં ફરિયાદ નોંધવા છતાં ડિટેક્શન થયુ નથી. ચાર વર્ષમાં એક જ વિસ્તારમાં ત્રણ - ત્રણ વખત ચંદનના ઉભા વૃક્ષ કાપીને લઇ જવાની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. સુગંધીદાર લાકડાની ઓળખ કરવામાં અન્ય ચંદનના વૃક્ષોને પણ નુકશાન કરાય છે. ચંદનની ખેતી 13-15 વર્ષે વેચાણ લાયક બનતી હોય છે અને તૈયાર થઇ રહેવા આવેલ વૃક્ષોની ચોરી થતાં ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો