વરણી:સાબરડેરીની ચૂંટણીમાં ચેરમેન શામળભાઇ પટેલ ફરી સત્તા પર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઇસ ચેરમેન તરીકે બ્રીજેશભાઇ પટેલની બીનહરિફ વરણી

સાબરડેરીના ચેરમેનની અઢી વર્ષની મુદત પૂરી થઇ રહી હોવાથી 16 સપ્ટેમ્બર ગુરૂવારે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના આદેશ મુજબ ચાલુ ચેરમેન શામળભાઇ પટેલની વિરુદ્ધ કોઇએ ઉમેદવારી ન કરતા બીજી ટર્મ માટે બીનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બ્રીજેશભાઇ પટેલની વરણી કરાઇ હતી.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.88 લાખ દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીનુ સૂકાન સંભાળી રહેલા શામળભાઇ પટેલ ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પણ છે સાબરડેરીમાં તેમની ચેરમેન તરીકેની અઢી વર્ષની મુદત પૂરી થઇ રહી હોવાથી 16 સપ્ટેમ્બર ગુરૂવારે નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.પ્રદેશ મોવડી મંડળનું ચેરમેન તરીકે શામળભાઇ અને વાઇસ ચેરમેન તરીકે બ્રિજેશભાઇનુ મેન્ડેટ આવતા બીન હરીફ વરણી કરી હતી.

ફરીથી ચેરમેન તરીકે જવાબદારી સંભાળનાર શામળભાઇ પટેલે જણાવ્યુ કે પશુપાલકોને દૂધના ભાવ ઉંચા આપવા પ્રયત્નશીલ છુ અને નિયામક મંડળ દ્વારા પણ હકારાત્મક વિચારણા હાથ ધરાઇ છે. પૂર્વ ચેરમેનો મહેશભાઇ પટેલ, જેઠાભાઇ પટેલ વગેરેએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...