તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય સિયાવર રામકી:અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઊજવણી, ભૂમિપૂજનનાં વધામણાં

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને જિલ્લામાં ભગવાન શ્રીરામ મંદિર ભૂમિપૂજનનાં વધામણાં : ઠેરઠેર રામધુન, દીપમાળા, આરતી, આતશબાજી

5 ઓગસ્ટ બુધવારે અયોધ્યામાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અર્થે ભૂમિપૂજનની અવિસ્મરણીય ઘડીના સાક્ષી બનેલ જિલ્લાજનો દિવ્ય પ્રસંગની ખુશીમાં ભાવવિભોર બન્યા હતા અને મંદિરોમાં મહાઆરતી, રામધૂન સહિત ઘેર ઘેર દીપ પ્રાગટ્ય, ભગવાન શ્રીરામની તસ્વીર સાથે બાઈક ઉપર શોભાયાત્રા, આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 5 મી ઓગસ્ટ બપોરે 12:44 મિનિટ ભૂમિપૂજનની ઘડીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે દિવ્ય પ્રસંગના સાક્ષી બનેલ જિલ્લાજનો ભાવવિભોર બન્યા હતા. વીએચપી, બજરંગ દળ, આરએસએસ, એ.એચ.પી. રાષ્ટ્રીય બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા મંદિરોના સંતો-મહંતો વગેરેને ભૂમિપૂજનની ઐતિહાસિક ઘડીને અવિસ્મરણીય બનાવવા આહવાન કર્યું હતું અને રામજી મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું.

રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલાએ જણાવ્યું કે 490 વર્ષના સંઘર્ષ બાદ આજે ગૌરવ પ્રદાન થયું છે. હજારો રામ ભક્તોના બલિદાન બાદ પાવન ગાડી આવી હતી સવારે ભગવાન શ્રીરામની શોભાયાત્રા અને વિવિધ મંદિરોમાં રામધૂન કરી ઉત્સવ ઉજવ્યો હતો. મહંત ડૉ. ગૌરાંગશરણ દેવાચાર્યજી, ઉત્તર ગુજરાત પ્રાંત મહામત્રી જયંતીભાઈ પટેલ ધર્મરક્ષા પરિષદના અધ્યક્ષ ભાર્ગવભાઈ દવે વગેરેની ઉપસ્થિતિમાં બાબરી ધ્વંસ અને કારસેવામાં હાજરી આપનાર રામભક્તોને સન્માન પત્ર અપાયા હતા. નલીનભાઈ પટેલે જણાવ્યું કે વીએચપી આરએસએસ બજરંગ દળ દ્વારા સવારે 9 કલાકે ઘેર ઘેર ભગવાન શ્રીરામ પૂજા-અર્ચનના કાર્યક્રમો સહિત રાત્રે દીપોત્સવનું આયોજન કરાયું હતું. સાંજે ટાવર ચોક ખાતે આતશબાજીનો કાર્યક્રમ રામભક્તો દ્વારા કરાયો હતો.

હિંમતનગર શહેરમાં ધાણધાથી ટાઉન હોલ સુધીની સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનું ભૂમિપૂજનની સંધ્યાએ લોકાર્પણ
હિંમતનગર શહેરમાં ધાણધાથી ટાઉન હોલ સુધીની સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનું ભૂમિપૂજનની સંધ્યાએ લોકાર્પણ

હિંમતનગર શહેરના ધાણધાથી ટાઉન હોલ સુધીની સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનું ભૂમિપૂજનની સંધ્યાએ લોકાર્પણ કરી 151 સ્ટ્રીટ લાઈટ દીવડા પ્રગટાવાયા હતા.

શામળાજી પરિસરમાં 2100 દીપ પ્રગટાવ્યા અને મંદિરમાં રોશની કરાઈ
શામળાજી પરિસરમાં 2100 દીપ પ્રગટાવ્યા અને મંદિરમાં રોશની કરાઈ

અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન થતાં લાગણી સાથે શામળાજી વિષ્ણુ મંદિર પરિસરમાં 2100 દીપ પ્રગટાવી આખા મંદિરમાં રોશની કરવામાં આવી તેમજ મંદિરના પરિસરમાં રંગોળી પુરી હતી તથા શામળાજી મંદિર તરફથી આખા બજારમાં બુંદીનો પ્રસાદ વેચ્યો હતો.તેમજ જુલુસ કાઢ્યો હતો. જેમાં મંદિરના ટ્રસ્ટી અને ભાજપનાં જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના તથા ગ્રામજનો એ ભાગ લીધો હતો. જેમાં જલુદ સાથે ફટાકડા ફોડીને રામ મંદિર ભૂમિપૂજનને વધાવ્યો હતો .નવનિર્મિત અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ શુભ પ્રસંગે પ્રભુના ચરણોમાં શીશ નમાવી ધન્યતાને લાગણી અનુભવી હતી. જેમાં શામળાજી વિષ્ણુ મંદિર મેનેજરએ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...