તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હિંમતનગરમાં બુલેટના વિક્રેતાએ રજિસ્ટ્રેશનના કાગળો ન આપતાં ટીસી રદ કરવા રજૂઆત કરાઇ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુલેટ બંધ પડતાં ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કર્યાનો મામલો

હિંમતનગરના રાજવી ઓટો રોયલ એન્ફીલ્ડ નામના વિક્રેતા પાસેથી ગત ફેબ્રુઆરી માસમાં લીધેલ બુલેટ વારંવાર ખોટકાતાં વિક્રેતાએ બદલી ન આપ્યું હોવા અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ થવાના પ્રકરણમાં બુલેટ ખરીદનારે હિંમતનગર આરટીઓમાં રજૂઆત કરી બુલેટના રજીસ્ટ્રેશનના પેપર ન આપ્યા હોવાથી વિક્રેતાનું ટીસી સર્ટિફિકેટ નંબર રદ કરવા માંગ કરવા સંદર્ભે આરટીઓએ તા.11-08-21 ના રોજ તમામ આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપતાં ખળભળાટ મચી ગયો છે.

ગત ફેબ્રુઆરીમાં રાજવી ઓટો રોયલ એન્ફીલ્ડમાંથી બુલેટ ખરીદનાર અમિત મહેન્દ્રભાઈ પટેલે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કર્યા બાદ હિંમતનગર આરટીઓને રજૂઆત કરી છે કે તા.25-02-21 ના રોજ બુલેટની ખરીદી કર્યા બાદ તા.10-05-21 સુધી બુલેટ અવારનવાર બંધ થઈ જતા કંપનીના માણસો ટો કરીને લઈ જતા હતા આ વાહન રિપેર કરી ડિલીવરી આપતા નથી કે આરટીઓ પાસીંગના દસ્તાવેજ પણ આપતા નથી જેથી ડીલરનો ટીસી સર્ટિફિકેટ નંબર રદ કરવામાં આવે.

આ રજૂઆત અનુસંધાને તા.10-08-21 ના રોજ હિંમતનગર આરટીઓએ નોટિસ ફટકારી તાકીદ કરી હતી કે તા.11-08-21 સાંજે 5 વાગ્યે વાહનને લગતા દસ્તાવેજો વાહન-4 માં અપલોડ કરી ન્યુ રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી છે કે કેમ, બુલેટ બંધ પડી જવાના કિસ્સામાં ફોલ્ટનો નિકાલ કરાયો છે કે કેમ તેની સ્પષ્ટતા આરટીઓ કચેરી ખાતે લેખિતમાં અથવા રૂબરૂ હાજર રહી નહીં કરવામાં આવે તો એક તરફી નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...