તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:15 જુલાઇથી બોર્ડના રિપીટર છાત્રોની પરીક્ષા, ધો-10ના 8127 વિદ્યાર્થીઓની પરીક્ષાયોજાશે

હિંમતનગર/મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.માં ધો-12 સા.પ્ર.માં 3220 અને વિ.પ્ર.માં 688
  • ધો-10ના 13052 અને અરવલ્લીમાં ધો-12 સા.પ્ર.માં 2844 અને વિ.પ્ર.માં 532

રીપીટર પરીક્ષાર્થીઓની પરીક્ષાના આયોજન અંગે બંને જિલ્લાના કલેકટર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે રાજ્યના શિક્ષણવિભાગે વિડીયો કોન્ફરન્સ યોજી ધો. 10 અને 12ના સા.પ્ર.વિ.પ્ર.ના રીપીટર અને વિધાર્થીઓની આગામી 15 જુલાઇથી શરૂ થઈ રહેલ પરીક્ષા સુચારુરૂપે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સૂચના આપ્યા બાદ બુધવારે કલેકટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સી ના 20 કેન્દ્રો પરથી 13052 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 688 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જયારે સામાન્ય પ્રવાહના 3220 વિઘાર્થીઓ 140 બ્લોક પરથી પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના હિંમતગનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં ધોરણ ૧૨નાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોડાસાનાં ૩ સેન્ટર ખાતે જીલ્લાના 532 વિદ્યાર્થીઓમાં 528 રીપીટર તથા 04 આઈસોલે, સામન્ય પ્રવાહની પરીક્ષા મોડાસા કેન્દ્રનાં 10 સેન્ટર ખાતે 2844 વિદ્યાર્થીઓમાં રીપીટર 1416, આઈસોલેટ 393, પ્રાઇવેટનાં રેગ્યુલર 562, પ્રાઇવેટનાં રીપીટર 473 તથા ધોરણ 10 જીલ્લાના 35 સેન્ટર ખાતે 8127 ઉમેદવારો પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...