ચૂંટણીનું પરિણામ:જિલ્લા પંચાયતની 1, તા.પં.ની 3 બેઠક પર ભાજપ, ઉબસલમાં આપનો કબજો

મોડાસા,બાયડ, હિંમતનગર, તાજપુરકૂઇ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘડકણ: પ્રાંતિજના ઘડકણ પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતાં સમર્થકોએ વિજયી સરઘર કાઢ્યુ હતું - Divya Bhaskar
ઘડકણ: પ્રાંતિજના ઘડકણ પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતાં સમર્થકોએ વિજયી સરઘર કાઢ્યુ હતું
 • અરવલ્લી જિલ્લા પંચાયતની નાદોજ, બાયડ તા.પં.ની હઠીપુરા, મોડાસા પાલિકાના વોર્ડ-2ની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો
 • અરવલ્લી જિલ્લામાં પેટાચૂંટણીમાં 4 માંથી 3 અને સાબરકાંઠા જિલ્લામાં પરબડા અને ઘડકણ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા

અરવલ્લી જિ.પં.ની નાદોજ, બાયડ તા.પં.ની હઠીપુરા અને મોડાસા પાલિકાના વોર્ડ નં-2 ની પેટાચૂંટણીની ત્રણેય બેઠકો ઉપર રવિવારે મતદાન યોજાતાં જેનું પરિણામ મંગળવારે જાહેર થતાં પુન: ભાજપના ઉમેદવારો બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા.પરંતુ ભિલોડા તા.પં.ની ઉબસલ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બહુમતીથી ચૂંટાઈ આવતાં કોંગ્રેસ અને ભાજપનો રકાસ થયો હતો જોકે ગત ચૂંટણીમાં આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા.

હિંમતનગર તા.પં.ની 22 -પરબડા બેઠકની પેટા ચૂંટણીમાં લઘુમતિ વિસ્તારોનું એક તરફી મતદાન થવા છતાં અને આપ,બસપા અને નોટાએ ખેલ પાડી દેતા ભાજપના ઉમેદવારની 46 મતથી જીત થઇ હતી. અરવલ્લી જિલ્લામાં યોજાયેલી આ પેટાચૂંટણીમાં સૌની મીટ અરવલ્લી જિ.પં.ની ભિલોડા તાલુકામાં આવેલી નાદોજ બેઠક ઉપર હતું. આ બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ અને આમઆદમીપાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. 21 નાદોજ બેઠક અનુસૂચિત આદિજાતિની હોવાથી ભાજપે આ બેઠક ઉપર મડીયા નીલાબેન હસમુખભાઈને ચૂંટણીમાં ઉતાર્યા હતા.

ભારે રસાકસી ભરી રહેલા આ જંગમાં મતદારોએ ખોબે ખોબે ભાજપને મત આપતા નીલાબેન મડિયાને 10477 મતથી વિજયી જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત જિ.પં.ની ચૂંટણીમાં આ બેઠક ઉપર સ્વ. હસમુખભાઈ મડીયાને જે મત મળ્યા હતા તેના કરતાં વધુ તેમના ધર્મ પત્ની નીલા બેનને 2 ગણા વધુ મળ્યા હોવાનું ભાજપ પાર્ટી પ્રમુખ રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું.જીતથી ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.

અપસેટ...... :ભિલોડા તાલુકા પં.ની ઉબસલ બેઠક પર આમ આદમી પાર્ટી મેદાન મારી ગઈ
ભિલોડા તાલુકા પંચાયતની 22 ઉબસલ સામાન્ય બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ રચાયો હતો. જોકે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના રૂપસિંભાઇ બાબુભાઈ ભગોરાને મતદારોએ ખોબે ખોબે મત આપતા તેમને 2244 મત થી વિજય જાહેર કરાયા હતા જોકે ગત ચૂંટણીમાં આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ચૂંટાઇ આવ્યા હતા. આપે આ બેઠક આંચકી લેતાં આપના કાર્યકરો મોજમાં આવી ગયા હતા

મોડાસા પાલિકા વોર્ડ-2માં ભાજપને 1585 મત મળ્યાં
મોડાસા પાલિકાના વોર્ડ- 2 માં કોંગ્રેસ ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રચાયો હતો. શહેરના ભાજપના કાર્યકરો એડીચોટીનું જોર લગાવ્યું હતું. અનુસૂચિત જનજાતિની આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અર્જુનકુમાર મનોજભાઈ રાઠોડને 1585 મત મળતાં તેમને વિજયી ઘોષિત કરાયા હતા.

હઠીપુરામાં ભાજપ 1029 મતની લીડથી જીત્યું
બાયડ :
બાયડ તાલુકા ભાજપના પ્રમુખ માનસિંહ પરમારે જણાવ્યું કે ભાજપના રણછોડજી સોલંકી 1029 મતની લીડથી ચૂંટાઈ આવ્યા હતા.

અરવલ્લી ચૂંટણી, મળેલા મત, નાંદોજ બેઠકનું પરિણામ

 • નીલાબેન મડીયા જંગી બહુમતીથી વિજયી,75449ની લીડ
 • ભાજપને - 10477 મત મળ્યા
 • જીતેન્દ્રકુમાર નાનજીભાઈ બરંડા આપ - 1541 મત મળ્યા
 • સંજયકુમાર કાવજીભાઈ ફનાત કોંગ્રેસને 2928 મત મળ્યા

મોડાસા પાલિકા વોર્ડ-2

 • ભાજપના અર્જુન રાઠોડ 1585 મતથી જીત્યા
 • કોંગ્રેસના રમણભાઈ છોટુભાઈ ચૌહાણને 237 મત મળ્યા
 • આમઆદમી પાર્ટીના લક્ષ્મીબેન પંડ્યાને 189 મત મળ્યા

ભિલોડા ઉબસલ બેઠક

 • આમઆદમીપાર્ટીના રૂપસિંહ ભગોરા 1015 મતે જીત્યા
 • કોંગ્રેસને 838 અને ભાજપને 1229 મત મળ્યા

ડાલીસણા-સાંકરામાં ચૂંટણી ન થઇ
11 તા.પં.ની 13 બેઠકોની ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને 7, ભાજપને 4 અને અાપને 1 બેઠક મળી હતી. જ્યારે ખેરાલુની ડાલીસણા અને હારીજની સાંકરા બેઠકથી ફોર્મ ન ભરાતાં ચૂંટણી ન થઇ શકી. તેમજ દાંતાની દલપુરા બેઠકમાં સભ્ય પદ ચાલુ રહેતાં ચૂંટણી રદ કરાઇ હતી.

ઉત્તર ગુજરાતનું ચૂંટણી ચિત્ર

નગરપાલિકાના પરિણામ

પાલિકાભાજપકોંગ્રેસબીનહરિફકુલ
થરા1644(ભા)24
વડનગર વોર્ડ71001

મહેસાણા વોર્ડ11 1

001
રાધનપુર વોર્ડ-71 001
ચાણસ્મા વોર્ડ-50001(ભા)1
ધાનેરા વોર્ડ-40101
મોડાસા વોર્ડ-21001
કુલ20 0505(ભા)30

તાલુકા પંચાયત પરિણામ

તા.પં. બેઠકભાજપકોંગ્રેસઆપકુલ
મહેસાણા વડસ્મા0101

સતલાસણા રાણપુર

0101
રાધનપુર ચલવાડા011
દાંતા -જીતપુર0101
દાંતા- કુંભારીયા0101
પાલનપુર-મડાણા0101
દાંતીવાડા -ગોઢ1001

દાંતીવાડા -નાંદોત્રા 00

0001
અમીરગઢ -ધનપુરા0101
ભિલોડા - ઉબસલ0011
બાયડ -હઠીપુર1001
પ્રાંતિજ -ઘડકણ1001

હિંમતનગરપરબડા 01

0011
કુલ47113

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...