તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:સા.કાં.માં ભાજપે પાલિકામાં 4 અને તા.પં.માં 2 લઘુમતીને ટિકિટ આપી

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં.ની 4 સામાન્ય બેઠકો પર ભાજપ - કોંગ્રેસના એસટી ઉમેદવાર

સ્વરાજની સંસ્થાઓમાં સ્ત્રી અનામત સહિતની અનામત બેઠકો નક્કી કરી દેવાયા બાદ પણ રાજકીય પક્ષો જ્ઞાતિ સમીકરણ આગળ એટલા મજબૂર થઇ જાય છે કે સામાન્ય બેઠક પર પણ વર્ચસ્વ ધરાવતા જ્ઞાતિ સમૂહના ઉમેદવારને જ ટિકિટ આપવી પડે છે. જિલ્લા પંચાયતની 4 સામાન્ય બેઠકો પર ભાજપ - કોંગ્રેસે એસટી ઉમેદવાર ઉભા રાખવા પડ્યા છે. તો ભાજપે પાલિકામાં 04 અને તાલુકા પંચાયતમાં 02 મળી કુલ 06 લઘુમતિ ઉમેદવારોને ટિકિટ આપવી પડી છે. અહીં વિકાસની વાતો નો કોઇ મોલ રહેતો નથી. ચૂંટણી માત્ર જ્ઞાતિ સમીકરણ થી જ જીતાય છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયતની 36 બેઠકો પર ભાજપે 9 પટેલ, 9 ઠાકોર ક્ષત્રિય, 14 અનુસૂચિત જનજાતિ અને 4 અનુસૂચિતજાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે તે પૈકી 4 અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને સામાન્ય સ્ત્રી બેઠક પર ઉભા રાખવા પડ્યા છે. સામે પક્ષે કોંગ્રેસે પણ 4 સામાન્ય સ્ત્રી બેઠકો પર આદિજાતિ ઉમેદવારોને ઉભા રાખ્યા છે. પટેલ - ઠાકોર - ક્ષત્રિય સમીકરણને બેલન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે.

8 તાલુકા પંચાયતની 172 બેઠક પર ભાજપે 50 એસટી, 15 એસસી, 81 સામાન્ય - અન્ય અને 24 બેઠકો પર ઓબીસી ઉમેદવાર ઉભા રાખ્યા છે. જ્યારે 7 બેઠકો પર નાની જ્ઞાતિ સમૂહમાંથી આવતા સવર્ણ વર્ગના ઉમેદવાર તથા 02 લઘુમતિ ઉમેદવારોને ઉભા રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો