તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપે હિંમતનગર પાલિકાની ચૂંટણી માટે જાહેર કરેલ 32 ઉમેદવારોની યાદીમાં માત્ર 10 ઉમેદવારને રીપીટ કર્યા છે. જ્યારે 22 નવા ચહેરાને તક આપી છે. લઘુમતિ વોર્ડ નં-3 માં ભાજપ ને ઉમેદવાર મળી રહ્યા નથી. પસંદ કરાયેલ ઉમેદવારોમાં વેપારી, કોન્ટ્રાક્ટર અને મધ્યમ વ્યવસાયીઓનો સમાવેશ થાય છે પસંદગીમાં વર્તમાન ભાજપ અગ્રણીઓની નિકટતાની છાંટ જોવા મળી રહી છે. એક પૂર્વ પાલિકા પ્રમુખે ટીકીટ જ માંગી ન હતી તો અન્ય પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમર અને હોદ્દાને કારણે ટીકીટ કપાઇ હતી બીજી બાજુ વોર્ડ નંબર 2 માં શહેર પ્રમુખના ભાઈની પત્નીને ટિકિટ ફાળવવાના કારણે હાવી થયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વોર્ડ દીઠ જ્ઞાતિ વર્ગીકરણ
વોર્ડ નં-1 કુલ મતદાર : 7732 બક્ષીપંચના 2854, અનુજાતિ 835, બ્રાહ્મણ 666, પટેલ અને શાહ 349, મુસ્લીમ 265 અનુજનજાતિ 256 તથા અન્ય ઓબીસી :
વોર્ડ નં-2, કુલ મતદાર 7030 :, બક્ષીપંચ 3306, મુસ્લીમ 824, જૈનશાહ 349, બ્રાહ્મણ 721, પટેલ 648, ક્ષત્રિય 458 અનુજાતિજનજાતિ 324 તથા અન્ય ઓબીસી
વોર્ડ નં-3 લઘુમતી વસ્તી :
વોર્ડ નં-4 કુલ મતદાર : 7404, મુસ્લીમ 1902, ઠાકોર - ક્ષત્રિય 927, જૈન શાહ 704, બ્રાહ્મણ 557, સોની 246 પટેલ 148, મોદી 132 તથા અન્ય ઓબીસી
વોર્ડ નં-5 કુલ મતદાર 5427,, દેવીપૂજક 1279, વાલ્મીકી 934, ભીલ 566, ભાટ 450, મોચી 390, ખટીક 254, અન્ય ઓબીસી
વોર્ડ નં-6 કુલ મતદાર : 7360, ભાટ 2013, વણકર 2008, ભીલ 1311, ગરો બ્રાહ્મણ 548, પટેલ 456, ચમાર 247, રાજપૂત 197 તથા અન્ય ઓબીસી
વોર્ડ નં-7 : કુલ મતદાર 6722 :, મુસ્લીમ 1577, પટેલ 1083, પ્રજાપતિ 495, બ્રાહ્મણ 260, સથવારા 150, પરમાર 144 સુથાર 141 તથા અન્ય ઓબીસી
વોર્ડ નં-8 : કુલ મતદાર 5750, મુસ્લીમ 1274, પટેલ 566, શાહ 526, પ્રજાપતિ 324, મોદી 200, સુથાર 196 રબારી 186 તથા અન્ય ઓબીસી
વોર્ડ નં-9 કુલ મતદાર : 6990, પટેલ 2103, શાહ 1302 પ્રજાપતિ 346, બ્રાહ્મણ 408, સુથાર 282, પંચાલ 230, દરજી 147 અન્ય ઓબીસી સ્ત્રોત : તમામ વિગતો રાજકીય પક્ષોના માધ્યમથી મળેલ છે
વોર્ડ નં -1 : 4 નવા, પૂર્વ પાલિકા પ્રમુખ સહિત જૂના તમામે ટિકિટ ન માંગી
1. મનીષાબેન જગદીશભાઇ પરમાર
2. વીણાબેન નરેન્દ્રસિંહ શેખાવત
3. કલ્પેશકુમાર શ્રીરામભાઇ સાંખલા
4. રાજેશકુમાર કીશોરીલાલ શર્મા
વોર્ડ-2 : ભાજપ શહેર પ્રમુખના ભાઇના પત્નીને ટિકિટ, બે રિપીટ
1. ચેતનાબેન મુકેશકુમાર શાહ
2. વર્ષાબેન ભરતકુમાર મીસ્ત્રી
3. રાકેશભાઇ પ્રવીણચંદ્ર પટેલ (R)
4. રાજુભાઇ કરશનભાઇ પટેલ (R)
વોર્ડ નં-4 : 1 રીપીટ, 3 નવા
1. જાનકીબેન નટવરભાઇ રાવલ
2. નયનાબેન નટવરભાઇ પ્રજાપતિ
3. ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ (R)
4. ડીકુલ દિપકુમાર ગાંધી
વોર્ડ નં-5 : 1 રિપીટ, 3 નવા ચહેરા
1. અલકાબેન રાકેશભાઇ બારોટ (R)
2. શશીકાંત મથુરભાઇ સોલંકી
3. દીપકભાઇ કનુભાઇ વાઘેલા
4. હેતલબેન દિપકકુમાર અમીન
વોર્ડ -6 : રીપીટની મજબૂરી, ચારેય બેઠક ગુમાવવાનુ જોખમ હતું
1. હેતલબેન દિપકકુમાર અમીન
2. યતીનભાઇ ભરતભાઇ મોદી (R)
3. સવજીભાઇ ગેનાજી ભાટી (R)
4. દીલીપકુમાર જયંતિલાલ પટેલ
વોર્ડ નં-7 : સક્ષમ દાવેદારે ભાજપ સાથે છેડો ફાડ્યો, 1 રિપિટ
1. હંસાબેન મહેન્દ્રભાઇ પિત્રોડા
2. નીરૂબેન જયેશભાઇ પટેલ
3. અમૃભાઇ બાબુલાલ પુરોહિત (R)
4. ગોપાલભાઇ કેશુભાઇ પ્રજાપતિ
વોર્ડ -8 : બે નવા ચહેરા બે રિપિટ
1. ચેતનાબેન હર્ષદભાઇ કડીયા
2. કુંતલબેન દિવ્યાંગભાઇ ગોર
3. કીરીટભાઇ ગીસુભાઇ શાહ (R)
4. સાવનકુમાર લલ્લુભાઇ દેસાઇ (R)
વોર્ડ નં-9 : કારોબારી ચેરમેન રિપિટ, 3 નવા
1. જીનલબેન હિતેશભાઇ પટેલ
2. શિલ્પાબેન બ્રીજેશભાઇ પટેલ
3. જીજ્ઞેશકુમાર ડાહ્યાભાઇ પટેલ
4. વિમલકુમાર અમૃતલાલ ઉપાધ્યક્ષ (R)
વોર્ડ નં-7 ના ભાજપના કાર્યકરે રાજીનામું આપી સદસ્યતા ફગાવી
વોર્ડ નં-7 ના ભાજપના કાર્યકર તથા મંડપ એસો. ના પ્રમુખ અને સામાજીક કાર્યકર અશોક સથવારાએ આક્રોશ ઠાલવ્યો હતો કે છેલ્લી ચાર વખતથી ટિકિટ માંગુ છે જૂથવાદ અને મૂડીવાદને કારણે પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના થાય છે જેથી રાજીનામુ આપુ છુ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર અશોકભાઇ સથવારા વોર્ડં-7 માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર છે.
સગાવાદ પણ ચાલ્યો અને ઉમરનો બાધ પણ ન નડ્યો
હિંમતનગર પાલિકામાં શહેર ભાજપ પ્રમુખના ભાઇની પત્નીને વોર્ડ નં-2 માંથી ટિકિટ ફાળવાઇ છે. તલોદ તાલુકાના કિશોરસિંહ ઝાલાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જિ.પં. બેઠક માટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ અને તાલુકા પ્રમુખ કલ્પેશ પટેલ પ્રદેશ પ્રમુખના નિયમોને ઘોળીને પી ગયા છે. 63 વર્ષના વ્યક્તિને ખોટા આધાર પૂરાવા બનાવી 60 વર્ષનો ગણાવી ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે હું તેમણે અભ્યાસ કરેલ પ્રાથમિક શાળાનો દાખલો લઇ આવ્યો છુ તેમની જન્મ તા.01-06-58 છે પાર્ટીના નેતાઓ ન્યાય નહી આપે તો તમામ હોદ્દાથી રાજીનામુ આપીશ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.