પોશીનાના દંત્રાલ ગામની સીમમાં જીપના ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજતાં પોશીના પોલીસે ફરાર જીપ ચાલક વિરુદ્વ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.15-04-2022 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે દંત્રાલ ગામની સીમમાં દીલીપભાઇ ચુનાભાઇ ડાભી (રહે. પડાપાટ (ડેંગર ફળો) તા. પોશીના) બાઇક નં.જી.જે-09-સી.કે-0784 લઇને પોતાના ઘેર જતા હતા
તે દરમિયાન સામેથી આવતી એક જીપના ચાલકે દીલીપભાઇની બાઇકને ટક્કર મારતા રોડ પર પટકાયા હતા અને જીપનો ચાલક જીપ લઇ ફરાર થઇ ગયો હતો. જ્યારે દીલીપભાઇને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા અને તા.16-04-22 નારોજ સાંજે સાતેક વાગ્યે મોત નિપજતાં ચુનાભાઇ ડાભીએ પોશીના પોલીસ સ્ટેશનમાં કમાન્ડર જીપના ચાલક વિરુદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.