તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બાઇકચોર બાઝ ગેંગ ઝબ્બે, 52 બાઈક કબજે

હિંમતનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોટડા છાવણીની બાઇકચોર બાઝ ગેંગનો મુખ્ય સૂત્રધાર શકીલ શેખ અન્ય 3 સાગરિતો સાથે પકડાયો
 • સાબરકાંઠા, બનાસકાંઠા મહેસાણા અને રાજસ્થાનના પીંડવાડા, નાથદ્વારા, સ્વરૂપગંજ અને ઉદેપુરમાંથી બાઈકો ઉઠાવી

સાબરકાંઠાની સરહદને અડીને આવેલ રાજસ્થાનના કોટડા છાવણીના અને બાઝ ગેંગના નામે ટોળકી ઉભી કરી ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના 6 જિલ્લામાં બાઇક ચોરીની રાડ પડાવી દેનાર 27 વર્ષીય મુખ્ય સૂત્રધાર શકીલ રફીક શેખ અને તેના અન્ય ત્રણ સાગરિતોને ઝડપી પાડી એલસીબીએ લાંબી પૂછપરછ અને ભારે જહેમતને અંતે 52 બાઇક ચોરીનો ભેદ ઉકેલવા સહિત ચોરીની બાઇકો રીકવર કરવામાં પણ સફળતા મેળવી હતી.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચેક વર્ષથી બાઇક ચોરીનુ અને એમાંયે સરળતાથી સ્ટીયરીંગ લોક તોડી શકાય તેવા બાઇકો જ ચોરી થવાનુ દૂષણ ચરમે પહોંચ્યુ છે. અવારનવાર બાઇક ચોર ઝડપાય છે પરંતુ બાઇક ચોરીનું દૂષણ ઘટવાનુ નામ નથી લેતુ. તાજેતરમાં ઝડપાયેલ બાઇક ચોરોનો મુખ્ય સૂત્રધાર શકીલ રફીક શેખ ઉ.વ. 27 (રહે. મસ્જિદ પાછળ કોટડા છાવણી તા. કોટડા છાવણી જિ. ઉદેપુર) હોવાનુ ખૂલ્યા બાદ સા.કાં. એલસીબીએ તેની પર ઘોંશ વધારી હતી.

એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતે વિગત આપતા જણાવ્યુ કે શકીલ શેખને ઝડપી પાડવા પીએસઆઇ જે.પી.રાવ, એ.એસ.આઇ વિક્રમસિંહ, સનતકુમાર સહિતનાની 10 જણાની ટીમ કામે લગાડી હતી દરમિયાનમાં હ્યુમન ઇન્ટેલીજન્સથી જાણ થઇ હતી કે શકીલ શેખ તેના અન્ય સાગરીતો સાથે સાબરકાંઠા આવવા નીકળ્યો છે તેની ચોક્કસ બાતમીને પગલે સંભવિત રૂટ પર વોચ રાખી હિંમતનગરના વક્તાપુર ગામની સીમમાં સાંઇ મંદિર પાસેથી બે નંબર પ્લેટ વગરના બાઇક લઇને આવી પહોંચેલ શકીલ શેખ અને તેના અન્ય 3 સાગરીતોને ઝડપ્યા હતા.

શકીલ રફીક શેખ, નરેશ સ/ઓ નાથુ શંકર મેઘવાલ, ગોમારામ સ/ઓ પનીયારામ બૂંબડીયા અને રમેશ સ/ઓ બતીયા જુમા નાગોતરાની અટકાયત કરી એલસીબી કચેરી લાવી ઝીણવટ ભરી પૂછપરછ કરતાં રાજસ્થાનના શિરોહી જિલ્લાના પીંડવાડામાંથી 7 બાઇક, સ્વરૂપગંજમાંથી એક બાઇક, આબુરોડથી 01 બાઇક, નાથદ્વારામાંથી 8 બાઇક, ઉદેપુરમાંથી 6 જ્યારે ઉત્તર ગુજરાતના સા.કાં. જિલ્લામાંથી 02, મહેસાણા જિલ્લામાંથી 12 અને બ.કાં. જિલ્લામાંથી 01 બાઇક તથા 14 બાઇકની ચોરી ક્યાંથી કરી હતી તેની તપાસ ચાલુ છે. તેમણે ઉમેર્યું કે ચોરી કરેલ બાઇકની નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને 14 બાઇકના ચેચીસ નંબર પણ ઘસીને કાઢી નાખ્યા છે. ચારેય શખ્સોએ અલગ અલગ સ્થળે તેમના ગામમાં મૂકી રાખેલ બાઇક રીકવર કરાયા હતા.

રીકવર કરેલ બાઇકોની વિગત

ક્રમ બાઇક રજી.નંબર સ્થળ
શકીલ રફીક શેખ પાસેથી મળી આવેલ બાઇકો
1. હિરો સ્પ્લેન્ડર પ્લસ જી.જે-02-સી.એસ-0778 ખેરાલુ
2. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-38-એસ.એ-6474 પીન્ડવાડા
3. હિરો સ્પ્લેન્ડર પ્રો જી.જે-02-બી.ક્યૂ-0526 વિસનગર ટાઉન
4. હોન્ડા સાઇન આર.જે-38-એસ.એ-8244 પીન્ડવાડા
5. હિરો એચએફ ડીલક્ષ આર.જે-38-એસ.એ-5387 સ્વરૂપગંજ
6. હિરો એચએફ ડીલક્ષ જી.જે-02-સી.સી-6428 સતલાસણા
7. હિરો સ્પ્લેન્ડર પ્લસ જી.જે-09-સી.ટી-5095 સતલાસણા
8. હિરો સ્પ્લેન્ડર પ્લસ જી.જે-02-સી.ઇ-5717 સતલાસણા એપાર્ટ
9. હિરો એચએફ ડીલક્ષ જી.જે-02-સી.એચ-6037 વિસનગર ટાઉન
10. હિરો એચએફ ડીલક્ષ જી.જે-09-ડી.એફ-3316 સતલાસણા
11. હિરો હોન્ડા ડીલક્ષ જી.જે-02-બી.બી-9340 ખેરાલુ બસસ્ટેન્ડ
12. હિરો હોન્ડા ડીલક્ષ જી.જે-09-એ.એમ-493 એકવર્ષપહેલા
13. હિરો સ્પ્લેન્ડર પ્લસ જી.જે-02-સી.એફ-9544 દોઢવર્ષ
14. હિરોસ્પ્લેન્ડર પ્રો જી.જે-09-સી.પી-3328 ખેરોજથી ચોરાયેલ
15. હિરો એચએફ ડીલક્ષ જી.જે-09-સી.આર-3141 --
16. હિરો પેશન પ્રો જી.જે-09-સી.ઇ-6203 --
17. હિરો પેશન પ્રો GJ-02-BM-1395 મારૂતિનંદન LICઓફિસની નીચેથી
18. હિરો એચએફ ડીલક્ષ GJ-08-AS-3655 મોટાઅંબાજી મંદિર પાસેથી 2018માં
19. હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો આર.જે-30-એસ.જી-0211 એકવર્ષ
20. હોન્ડા સાઇન એસ.પી. આર.જે-09-એફ.એસ-9809 --
21. હિરો હોન્ડા HFડીલક્ષ આર.જે-27-એસ.એક્સ-5179 એકવર્ષ
22. હિરો સ્પ્લેન્ડર પ્રો આ.જે-24-એસ.જી-4956 ચારમહિના
- ગોમારામ પનીયારામ બુંબડિયા પાસેથી મળેલ બાઇકો :
23. હિરો એચએફ ડીલક્ષ આર.જે-38-એસ.બી-3963 પીંડવાડા
24. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-30-એસ.એસ-3884 નાથદ્વારા
25. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-30-એસ.ટી-2981 નાથદ્વારા
26. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-27-બી.એન-3704 અમ્બામાતા પોસ્ટે.
27. હિરો સ્પ્લેન્ડર પ્રો આર.જે-30-એમ.કે-1746 નાથદ્વારા
28. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-30-એસ.એન-9304 નાથદ્વારા
29. હિરો એચએફ ડીલક્ષ આર.જે-38-એસ.બી-1355 પીન્ડવાડા
30. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-38-એસ.સી-0383 પીંડવાડા
31. હિરો સ્પ્લેન્ડર પ્રો આર.જે-38-એસ.બી-0438 બાદલ પીંડવાડા
32. બજાજ પલ્સર આર.જે-27-એ.એસ-6766 નાથદ્વારા
33. હિરો સ્પ્લેન્ડર પ્રો આર.જે-30-એસ.એચ-6340 ઉદેપુર સુકેર
34. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-27-બી.ઇ-5811 નાથદ્વારા
35. હિરો એચએફ ડીલક્ષ આર.જે-46-એસ.સી-2184 ઉદેપુર સુકેર ઠેકાપાસેથી
36. હિરો સ્પ્લેન્ડર પ્રો એચ.એ.10.ઇ.એલ.ડી.એચ.એમ-38977 ઉદેપુર
37. હિરો હોન્ડા સ્પ્લેન્ડર 06.બી.29.ઇ.17604 દોત્રા ગામેથી
38. હિરો એચએફ ડીલક્ષ H.A 11.E.J.G.4.G.19165 નાથદ્વારા માર્કેટથી
39. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-27-બી.સી-3863 ઉદેપુર માર્કેટ
40. હિરો એચએફ ડીલક્ષ આર.જે-27-બી.ઝેડ-5708 આબુરોડથી
- નરેશ નાથુ શંકરભાઇ મેઘવાલ પાસેથી મળેલ બાઇકો :
41. હિરો હોન્ડા પેશન પ્રો જી.જે-02-બી.એન-8921 વિસનગરટાઉન
42. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-27-એસ.એક્સ-1260 અંબામાતા પોસ્ટે
43. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-24-એસ.જે-9906 --
44. હિરો સ્પ્લેન્ડર પ્લસ જી.જે-09-સી.જે-3735 બેમહિના
45. હિરો સ્પ્લેન્ડર પ્લસ જી.જે-09-સી.ડી-0863 બેવર્ષ પહેલા
- રામેશ બતીયા જુમાભાઈ નાગોતર પાસેથી મળેલ બાઇકો :
46. હિરો એચએફ ડીલક્ષ આર.જે-30-એસ.એમ-1137 નાથદ્વારા
47. હિરો એચએફ ડીલક્ષ આર.જે-38-એસ.સી-4297 પીંડવાળાથી
48. હિરો સ્પ્લેન્ડર પ્લસ આર.જે-24-એસ.જે-3986 પીંડવાળાથી
49. હિરો ડીલક્ષ આર.જે-27-બી.ઇ-7302 --
50. હિરો એચએફ ડીલક્ષ જી.જે-18-એ.એલ-8051 --
51. કાળા સફેદકલરનું એચ.એ.11.ઇ.એ.89.ઇ36520 --
52. હિરો પેશન પ્રો જી.જે-18-સી.એલ-7022 વિસનગર બસ સ્ટેશનથી

બાઇક પરત મેળવવા આટલુ કરવુ પડશે
એલસીબી પીએસઆઇ જે.પી.રાવે જણાવ્યુ કે જેટલા બાઇકની ફરિયાદ નોંધાઇ છે તે તમામ બાઇક જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી અપાશે. ચોરીનો ભોગ બનનારે એફઆઇઆરની કોપી, બાઇકની આરસીબુક લઇ જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાઇક પરત મેળવવા કોર્ટમાં માલીકી પૂરાવા રજૂ કરવાથી બાઇક પરત મળી જશે. તેમેણે ઉમેર્યું કે જે બાઇકની ઓળખ થઇ નથી તેને ચોરી કરનાર આરોપીઓ પકડાયા બાદ તેની પણ વિગતો મળી જશે સાથે સાથે ટેકનીકલ સહાય પણ મેળવવામાં આવી રહી છે.

છેલ્લા 3 વર્ષમાં એલસીબીએ 400 થી વધુ બાઇક ચોરીનુ ડીટેક્શન કર્યું
સાબરકાંઠા એલસીબી સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન 500થી વધુ બાઇક ચોરીના કિસ્સા બન્યા છે અને આ સમયગાળામાં બે બાઇક ચોરી ગેંગના 17 જેટલા શખ્સોને ઝડપી પાડી 400 થી વધુ બાઇક ચોરીના ગુનાનુ બાઇક રીક્વર કરવા સહિતના ડીટેક્શનમાં સફળતા મળી છે.

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના 6 જિલ્લામાં બાઇક ચોરીની રાડ પડાવી દેનાર મુખ્ય સૂત્રધાર શકીલ રફીક શેખ અને અન્ય 3 સાગરિતોને ઝડપી 52 બાઇકો રીકવર કર્યા
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના 6 જિલ્લામાં બાઇક ચોરીની રાડ પડાવી દેનાર મુખ્ય સૂત્રધાર શકીલ રફીક શેખ અને અન્ય 3 સાગરિતોને ઝડપી 52 બાઇકો રીકવર કર્યા

મુખ્ય સૂત્રધાર શકીલ 6 વર્ષથી બાઇક ચોરી કરી રહ્યો છે
27 વર્ષીય શકીલ રફીક શેખ કોટડા છાવણીનો છે પરણીત છે અને બે સંતાનો ધરાવે છે અભ્યાસ પણ ઝાઝો કર્યો નથી ધો-6 સુધી ભણ્યો હોવાનુ જણાવે છે અેલસીબી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર વર્ષ 2014-15 માં પ્રથમ ચોરી કરી હતી બે વર્ષ અગાઉ ઝડપાયો પણ હતો તેણે ધીમેધીમે ગેંગ બનાવી અને 8 સભ્યોની ગેંગને બાઝ ગેંગ નામ આપ્યુ.

રૂ. 10 થી 15 હજારમાં વેચાણ કરતા હતા
પીએસઆઇ જે.પી.રાવે જણાવ્યુ કે હાલમાં 8જણાની ગેંગ હોવાનુ ધ્યાન ઉપર આવ્યુ છે.આ શખ્સો બાઇક ચોરી કરી જથ્થામાં રાખી રૂ.10 થી 15 હજારમાં ચોરીના બાઇકનું વેચાણ કરતા હતા.ખરીદનારને પણ ચોરીનુ બાઇક હોવાની ખબર હોય છે અને હીરો હોન્ડા કંપનીના જ બાઇકની ચોરી કરવાની ઓપરેન્ડી ધરાવે છે.

કોટડા,છાવણીમાં બાઈક ચોરી ગૃહઉધોગ
ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી વિસ્તારમાં બાઇક ચોરીને ગૃહ ઉદ્યોગ બનાવી દેવાયો છે સંખ્યાબંધ નંબર પ્લેટ વગરના અને ચોરીના બાઇકની મંડી લાગે છે ખૂલેઆમ ખરીદી થાય છે લબરમૂછીયા પૂખ્ત ન હોય તેવા સગીરોને બાઇક ચોરીમાં ધકેલવામાં આવી રહ્યા છે તેમાં પણ લોજીક છે આવા સગીરો પકડાય ત્યારે સજા થતી નથી. બાળ સુધારણા કેન્દ્રમાં મોકલી અપાય છે ઉત્તર ગુજરાતના રહીશો રાજસ્થાન પોલીસના નાક નીચે થઇ રહેલ આ વેપલાનો ભોગ બની રહ્યો છે.

પકડાયેલ આરોપી
1. શકીલ રફીક શેખ ઉ.વ. 27 (રહે. છાવણી તા. કોટડા છાવણી જી. ઉદેપુર રાજસ્થાન)
2. નરેશ નાથુભાઇ શંકરભાઇ મેઘવાલ (પરમાર) ઉ.22 (રહે.છીપાલા તા.ગોગુન્દા જી. ઉદેપુર)
3. ગોમારામ પનીયારામ બુંબડીયા ઉ.વ. 21 (રહે. કુકાવાસ તા. કોટડા જી. ઉદેપુર રાજસ્થાન)
4. રમેશ બતીયાભાઇ જુમાભાઇ નાગોતર (મીણા) ઉ.વ. 21 (રહે. ઉપલી સુબરી જી. ઉદેપુર)

પકડવાના બાકી આરોપીઓના નામ

 • બાદલ લાલીયાભાઇ ગમાર (રહે. બુજા રાજસ્થાન)
 • સુરેશ પરેશરામ (રહે. થલા રાજસ્થાન),
 • રાજુ અણદા બુંબડીયા (રહે.કુકાવાસ તા. કોટડા)
 • લસન શાન્તીયા (રહે. કોટડા છાવણી)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો