અકસ્માત:હિંમતનગરના વામોજ પાસે કારની ટક્કરે બાઇકસવારનું મોત, બીજો યુવક ઇજાગ્રસ્ત

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર-શામળાજી હાઇવે પર વામોજમાં ડિવાઈડર નજીક ઊભા રહેલ બાઈકને શામળાજી તરફથી આવી રહેલ કાર ચાલકે ટક્કર મારી હિંમતનગર જતાં રોડ પર ઢસડી જતાં બાઈક સવાર બે યુવાનો પટકાયા હતા. બંનેને સારવાર અર્થે લઈ જવાતાં 20 વર્ષીય યુવાનનું મોત નિપજયું હતું.

મંગળવારે બપોરે બે વાગે હિંમતનગર તરફથી આવી રહેલ બાઈક વામોજ પાટિયા પાસે ગામમાં જવાના કટમાં વળવા શામળાજી તરફથી આવતા ડિવાઈડર પાસે વળવા માટે ઉભું હતું. તે દરમિયાન શામળાજી તરફથી આવી રહેલ કાર નં-જી.જે-27-બીએસ-2713ના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઇક સવાર હરિઓમ ઉર્ફે ભીખો જગદીશભાઈ નાયી તથા પ્રવિણસિંહ મનહરસિંહ પરમાર પટકાયા હતા અને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતા બેભાન અવસ્થામાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હરિઓમ ઉર્ફે ભીખો જગદીશભાઈ નાયીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...