કોરોના સંક્રમણ:બ્યુટીપાર્લર સંચાલિકા, શિક્ષક, 2 મહિલા, વૃદ્ધ દંપતી સંક્રમિત

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવે ડરવુુ જરૂરી છે..સાબરકાંઠા જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ
  • જિલ્લામાં10 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 29 થઇ ગઇ

સાબરકાંઠામાં મંગળવારે બ્યુટીપાર્લર સંચાલિકા, ડમી સ્કૂલનો શિક્ષક, વૃદ્ધ દંપતી, ગાંધીનગર અભ્યાસ અર્થે જતી યુવતી સહિત 6 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જિલ્લામાં એક્ટિવ 29 કેસ પૈકી હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા 25 થઇ ગઇ છે.

જેમાં હિંમતનગર શહેરમાં 18 વ્યક્તિ હોમ આઇસોલેશનમાં છે. એપેડેમિક ઓફિસર ર્ડા. મુકેશ કાપડીયાએ જણાવ્યું કે હિંમતનગર શહેરના રોયલ પાર્કમાં રહેતા 67 વર્ષીય પુરૂષ અને 64 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જે બજારમાં કોઇક વાર નીકળે છે અને તેમનો દીકરો ગાંધીનગર ખાતે રહે છે તેવી જ રીતે બજાર વિસ્તારમાં જૂની વાવ પાસે 41 વર્ષીય મહિલા અને 49 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જે બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને લગ્નના પ્રસંગોમાં ગયા હોવાનું જણાય છે. ખેડબ્રહ્માના પટેલ ફળીમાં રહેતી 21 વર્ષીય યુવતી ગાંધીનગરમાં એમએસસીનો અભ્યાસ કરે છે તથા તલોદના આંજણાના 45 વર્ષીય પુરૂષ ડમી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને 26 ડિસેમ્બર બાદ શાળામાં ગયા નથી તથા શાળા બંધ હોવાનુ તેમણે ઉમેર્યું હતું. હિંમતનગર શહેર હોટસ્પોટ બની ગયું છે. કુલ 29 એક્ટિવ કેસ પૈકી 25 કેસ હિંમતનગરમાં છે.

મોડાસાની કે.એન.શાહ સ્કૂલની ધો. 11 સાયન્સની વિદ્યાર્થિનીને કોરોના
મોડાસા |મોડાસાની નામાંકિત કે.એન.શાહ હાઈસ્કૂલમાં ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતી છાત્રા બીમારીમાં સપડાતાં તેને સારવાર માટે માલપુરના સાતરડાથી મોડાસા લવાઇ હતી. જ્યાં છેલ્લા પાંચ દિવસથી આ વિદ્યાર્થિની મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાઇ હતી. જ્યાં તેનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં મંગળવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાઇ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

મહેસાણામાં 14,બનાસકાંઠામાં 5 કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસની ગતિ વધી રહી હોય તેમ સોમવારે 12 કેસ બાદ મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. મહેસાણાના માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં રહેતાં મહિલા અને યુવાન અમદાવાદ, માલ ગોડાઉન રોડ વિસ્તારમાં રહેતો યુવક બિહાર, બહુચરાજીના બેચર ગામનો યુવક ઉત્તરપ્રદેશના મુરાદાબાદ તેમજ વિજાપુરના લાડોલ ગામનો યુવક બિહારથી આવ્યા બાદ પોઝિટિવ થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મહેસાણાના પાંચોટમાં 2, વિસનગરના ભાન્ડુ, બહુચરાજીના બેચર, વિજાપુરના લાડોલ અને ઊંઝામાં એક-એકનો સમાવેશ થાય છે.બનાસકાંઠામાં 5 કેસ નોંધાયા હતા.

06 કોરોના સંક્રમિતો
હિંમતનગર :
રોયલપાર્ક (67)(પુરૂષ)
રોયલપાર્ક (64) (સ્ત્રી)
જૂનીવાવ (41) (સ્ત્રી)
જૂનીવાવ (49) (સ્ત્રી)
ખેડબ્રહ્મા :
પટેલફળી (21) (યુવતી)
તલોદ :
આંજણા (45)(પુરૂષ)

અન્ય સમાચારો પણ છે...