ધરપકડ:હિંમતનગરના બાવસરનો સરપંચ રૂ.1.5 લાખની લાંચ લેતાં ઝડપાયો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોખંડની ફેક્ટરીની રજા ચિઠ્ઠી માટે લાંચ માંગી હતી

હિંમતનગરના બાવસર ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશકુમાર ગાભાજી પરમારે પંચાયતની હદમાં બનાવેલ લોખંડની ફેક્ટરીની બાંધકામ રજાચિઠ્ઠી આપવાના મામલે રૂ 1.5 લાખની માંગણી કરતાં ભોગ બનનારે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા તા.07-10-21 ના રોજ બાવસર ગામના એક ખેતરમાં રૂ.1.5 લાખની લાંચ લેતા઼ એસીબીએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

એસીબી સૂત્રોએ જાહેર કરેલ વિગત અનુસાર બાવસર ગૃપ ગ્રામ પંચાયતની હદમાં બાંધકામ રજાચિઠ્ઠી વગર લોખંડની ફેકટરી બનાવેલ હોય ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશકુમાર ગાભાજી પરમારે બાંધકામ રજાચિઠ્ઠી આપવા લાંચની માંગણી કરતાં ફેકટરી માલિકે વિનંતી કર્યા બાદ સરપંચે બાંધકામની રજાચિઠ્ઠી આપી હતી.

પરંતુ ત્યારબાદ અવારનવાર રજાચિઠ્ઠી આપવા બદલ સરપંચ ફેકટરી માલિક પાસે લાંચની માંગણી ચાલુ રાખેલ અને જો લાંચ નહી આપવામાં આવે તો ફેક્ટરીની આકારણી વધારે કરી આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી અને આર્થિક નુકસાનીમાંથી બચવું હોય તો રૂ.1.5 લાખ આપવા પડશે તેમ કહી અવારનવાર દબાણ કરતાં લાંચની રકમ આપવા ન માંગતા ફેકટરી માલિકે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા તા.07-10-2021 ના રોજ સરપંચ સાથે વાતચીત કરતાં બાવસર ગામના કનુભાઇ રવાભાઇ પટેલના ખેતરમાં બોલાવતા લાંચની રકમ આપવાનું નક્કી કરી ગોઠવેલ છટકા દરમ્યાન સરપંચે રૂ.1.5 લાખ સ્વીકારતાં એસીબીએ રંગેહાથ ઝડપી લઈ લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...