કોરોનાવાઈરસ:હિંમતનગરમાં મુખ્ય SBI બ્રાન્ચના ચીફ મેનેજર અને વોચમેન સંક્રમિત થતાં બેંકનું કામ 12 દિવસ માટે બંધ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરના બજારો પાંચ વાગ્યા પછી બંધ રાખવાની વાતો પોકળ - Divya Bhaskar
ઇડરના બજારો પાંચ વાગ્યા પછી બંધ રાખવાની વાતો પોકળ
  • પ્રાંતિજમાં SBI બેંક મેનેજર સહિત ત્રણ કર્મીઓને કોરોના પોઝિટિવ આવતાં બેંકનું કામ 3 દિવસ માટે બંધ, પ્રાંતિજમાં LICના બે કર્મીઓને પણ કોરોના
  • કોરોનાએ હવે બેંકોમાં પગપેસારો કર્યો
  • અગાઉ હિંમતનગરની મોતીપુરા SBIમાં અને વડાલીમાં પણ કોરોનાના કેસો આવ્યા હતા
  • માલપુરના મેડીટીંબા ગામનો બેંક કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયો
  • અગાઉ હિંમતનગરની મુખ્ય SBI બ્રાન્ચમાં બુધવારે 6 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • ગ્રાહકો મોતીપુરા અને છાપરિયા બ્રાન્ચમાંથી બેંકની કામગીરી કરાવી શકશે

જૂની સિવિલ સામે આવેલ એસબીઆઈની મુખ્ય બ્રાન્ચમાં બુધવારે 6 કર્મચારીઓ સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ ગુરુવારે ચીફ મેનેજર અને વોચમેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં બેન્ક કર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે 30 સપ્ટેમ્બર સુધી મુખ્ય બ્રાન્ચમાં કામગીરી બંધ કરાઇ છે. સ્ટેટ બેંકની વિવિધ બ્રાન્ચમાં કોરોનાનો પગ પેસારો થઈ ચૂક્યો છે.

પ્રાંતિજ અને વડાલીમાં એસબીઆઈ કર્મીઓ સંક્રમિત થયા બાદ હિંમતનગરમાં જૂની સિવિલ સામે આવેલ મુખ્ય બ્રાન્ચમાં બુધવારે 4 ઓફિસર અને અન્ય બે કર્મચારીઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ગુરુવારે ચીફ મેનેજર અને વોચમેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં 30 સપ્ટેમ્બર સુધી બેંકની કામગીરી બંધ કરાઈ છે. સદભાગ્યે કોરોનાને કારણે બંધ કરાયેલ મોતીપુરા બ્રાન્ચ ગુરુવારથી શરૂ કરાઇ છે. મુખ્ય બ્રાન્ચના ગ્રાહકો બેંકની મોતીપુરા અને છાપરિયા બ્રાન્ચમાંથી બેંકની સુવિધાઓનો લાભ મેળવી શકશે તેમ ચીફ મેનેજર કલ્પેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું.

પ્રાંતિજ SBI ના 4 અને LIC ના બે કર્મચારીઓને કોરોના
પ્રાંતિજમાં આવેલ એસબીઆઇમાં ચાર અને એલઆઈસીમાં બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ થતાં સ્ટેટ બેંક ત્રણ દિવસ માટે બંધ કરાઇ છે. પ્રાંતિજમાં નાનીભાગોળમાં સ્ટેટબેંકના મેનેજર અમિત કુમાર રંજન હાલ રહે.પ્રાંતિજ ઉમાપાર્ક, બેંકના કલાર્ક પુનમભાઇ સેની હાલ રહે.પ્રાંતિજ આશીર્વાદ સોસાયટી, બેંકના ફિલ્ડ ઓફિસર નિરજભાઇ પરમાર રહે. ગાંધીનગર અને અન્ય એક બેંક કર્મચારી અશોક બારોટ રહે. નાનીભાગોળનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં બેંક 3 દિવસ માટે બંધ કરાઇ છે. જ્યારે પ્રાંતિજ એલઆઈસી ઓફિસમાં પણ બે કર્મચારીને કોરોના થયો છે.

માલપુર તાલુકામાં 20 દિવસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી| મેડીટીંબામાં બેન્કનો કર્મચારી સપડાયો
મેડી ટીંબાના 46 વર્ષના યુવાન કે જે બેન્કમાં નોકરી કરતો હોઇ જેને તાવ, ઉધરસ, શરદી, જણાતાં તબીબની સલાહથી સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં સારવાર અર્થે જતાં 15 સપ્ટેમ્બરે કોરોનાનો સેમ્પલ લેવાતાં 17 સપ્ટેમ્બરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં દાખલ કરાયો છે. તાલુકામાં 20 દિવસના વિરામ બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ માલપુર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી મેડીટીંબાના ઇન્દ્રપ્રસ્થ પટેલ ફળિયાને કન્ટન્ટેમેન્ટ ઝોન, તેમજ મેડીટીંબાને બફરઝોન વિસ્તાર જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...