આવેદન:તબલીગી જમાત, જમાત-એ-ઉલેમા-એ-હિંદ અને દારૂલ ઉલુમ દેવબંદ ઉપર પ્રતિબંધ લાદો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા એ.એચ.પી અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદન

આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સોમવારે કલેક્ટરને આવેદન પત્ર આપી તબલીગી જમાત, જમાત-એ-ઉલેમા-એ-હિંદ અને દારૂલ ઉલૂમ દેવબંદ પર પ્રતિબંધ લાદી ત્રણેય સંસ્થા દ્વારા ચલાવાતા મદરસા તાત્કાલિક અસરથી બંધ કરાવવા માંગ કરી કાર્યવાહી ન થવાના સંજોગોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આંતર રાષ્ટ્રીય હિંદુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે ઇસ્લામિક રાષ્ટ્ર સાઉદી અરેબીયાએ લીધેલ પગલાંનો ઉલ્લેખ કરી રજૂઆત કરી હતી કે તેમણે તબલીગી જમાતને આતંકવાદનું પ્રવેશદ્વાર હોવાનુ જણાવી પ્રતિબંધ લાદયો છે. ઇસ્લામિક રાષ્ટ્ર તબલીગી જમાત, જમાતે ઉલેમા એ હિંદ, દારૂલ - ઉલુમ દેવબંધ પર પ્રતિબંધ લાદી શકતું હોય તો ભારત સરકારે પણ તત્કાલ અસરથી ત્રણેય સંસ્થાનો પર પ્રતિબંધ લાદવો જોઇએ તેમણે વધુમાં જણાવ્યુ છે કે ભવિષ્યમાં આ સંસ્થાઓ દેશને તાલીબાની આતંકીઓનું કેન્દ્ર બનાવી ગૃહયુધ્ધ કરાવી શકે છે જેથી તાત્કાલિક અસરથી ત્રણેય સંસ્થા પર પ્રતિબંધ લગાવી તેમના દ્વારા ચાલતા મદરસા બંધ કરાવાય અને જેટલા પણ લોકો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોય અને આતંકી પ્રવૃત્તિનુ પોષણ કરી રહ્યા હોય તે તમામને જેલમાં નાખી કાર્યવાહી હાથ ધરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...