તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામુ:પોળોમાં ટૂ વ્હીલર સિવાયના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, 23 ઓગસ્ટ સુધી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજયનગરના પોળો ફોરેસ્ટમાં વાહનોના પ્રદૂષણને કારણે થઇ રહેલ વ્યાપક નુકશાન લઇ સાબરકાંઠા કલેક્ટરે 23 ઓગસ્ટ સુધી ટૂવ્હીલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. વિજયનગર પોળો ફોરેસ્ટ વિસ્તારમાં કુદરતી સંપદા અને પૂરાતન શિલ્પ સ્થાપત્યોનો સમૃદ્ધ વારસો નિહાળવા સેંકડો પ્રવાસીઓ દૂર દૂરથી આવવા શરૂ થયા છે જેને કારણે જંગલ વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું છે.

વાહનોના પ્રદૂષણથી થઇ રહેલ વ્યાપક નુકશાનને પગલે કલેક્ટર હિતેષ કોયાએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી ગાજીપીરની દરગાહ સુધીના રોડ પર તા. 23/08/21 સુધી ટૂવ્હીલર સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રવાસીઓએ તેમના વાહનો અભાપુર પાસે ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરવાના રહેશે. સ્થાનિક લોકો અને સરકારી કામકાજ અર્થે અવર જવર કરતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...