તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બી.એ. સેમ. 6 ની ઓનલાઇન પરીક્ષામાં વિકલ્પ બદલાયો, કોડ બદલાતા અલગ પ્રશ્નપત્ર ખૂલ્યું

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર કોલેજના 100થી વધુ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા

યુનિવર્સિટીની સેમ.6ની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે ત્યારે હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રના પસંદગીના વિકલ્પનો કોડ બદલાઈ જતા 100થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા જોકે કોલેજ પ્રશાસન દ્વારા છાત્રોએ પરીક્ષા અગાઉ ધ્યાન દોર્યું હોત તો આ સમસ્યા ન સર્જાવાનો બચાવ કર્યો હતો.હાલમાં યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. યુનિવર્સિટી અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પસંદગીનો વિકલ્પ આપે છે.

હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના છાત્રોએ ગુજરાતી વિષયના પ્રશ્નોપત્ર નંબર 610 માટે વ્યવહાર ભાષા વિકલ્પ પસંદ કર્યો હતો પરંતુ કોલેજ પ્રશાસન દ્વારા યુનિવર્સિટીને મોકલવાના થતાં પરીક્ષા ફોર્મમાં સાંપ્રત નિબંધનો કોડ મોકલાયો હતો.જેને કારણે ઓનલાઈન પરીક્ષા શરૂ થતા લિંક ખોલતાની સાથે વિદ્યાર્થીઓએ તૈયારી બીજા વિકલ્પની કરી હતી અને પ્રશ્નપત્રમાં અન્ય વિકલ્પ આવતા 100થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યા ન હતા અને ભારે રોષ પેદા થવા સહિત અન્યાયની લાગણી પેદા થઈ છે.

કોલેજના આચાર્ય એ.પી. સોલંકીએ જણાવ્યું કે લિંક કોડ અલગ હોવાને કારણે વિકલ્પ બદલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અગાઉથી જાણ કરાઈ હોત તો યુનિવર્સિટીમાં જાણ કરી ફેરફાર થઈ શક્યો હોત. તેમણે ઉમેર્યું કે આનાથી સરેરાશ પરિણામમાં વિદ્યાર્થીઓને થોડું નુકસાન થવાની સંભાવના છે.

આ બાબત રિપોર્ટ મેળવી નિર્ણય લેવાશે
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું કે કોલેજ દ્વારા પરીક્ષાના પસંદ કરવામાં આવતા કોર્ડ ખોટા પસંદ કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને હોલ ટિકિટમાં પણ આપવામાં આવ્યા હતા.છતાં કોઈએ પણ ઈ મેલ મારફતે ભૂલ હોવાની જાણ કરાઇ નથી. જેથી આ પ્રશ્ન સર્જાયો હતો. પરીક્ષાઓ પૂર્ણતાના આરે છે જેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ આ બાબતે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તે બાબત રિપોર્ટ મેળવી નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...