જનજાગૃતિ રેલી:ઉત્તરાયણને લઇ કરુણા અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરમાં મંગળવારે બપોરે 1 વાગ્યે કરુણા અભિયાન 2022 અંતર્ગત સાબરકાંઠા વન વિભાગ હિંમતનગર દ્વારા જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરાયુ હતું. જેનું પ્રસ્થાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના હસ્તે મહાવીરનગર સર્કલ પંચદેવ ખાતેથી કરાયું હતું. જે બાઇક રેલી ટાવર સર્કલ, સિવિલ સર્કલ, મોતીપુરા, આરટીઓ સર્કલ, મહેતાપુરા, પોસ્ટ ઓફિસથી બગીચા વિસ્તારમાં પૂર્ણ કરાઇ હતી. જેમાં વાય.એ. દેસાઈ ડીસીએફ સાબરકાંઠા વન વિભાગ, સા.કાં. એસીએફ વી.આર. ચૌહાણ, આરએફઓ, વનપાલ, વન રક્ષકો અને વન વિભાગનો વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...