તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:ઇડરના લક્ષ્મણગઢમાં પરિણીતાને એસીડ પીવડાવી મારવાનો પ્રયાસ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમવાનું બનાવવા બાબતે ઝઘડો કરી સસરા, સાસુએ પકડી રાખતાં પતિએ મારી નાખવાના ઇરાદે મોઢે એસીડની બોટલ રાખી પીવડાવી દીધો

ઇડરના લક્ષ્મણગઢ ગોરલમાં એક સપ્તાહ અગાઉ પરિણીતાને પકડી રાખી એસીડ પીવડાવી મોત નીપજાવવાનો હિચકારો પ્રયાસ કરનાર પતિ, સાસુ, સસરા વિરુદ્ધ ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. લક્ષ્મણગઢ (ગો) ના સંજયભાઈ મનુભાઈ દેવીપૂજક સાથે રેણુકાબેન (28)ના લગ્ન થયા હતા.

સસરા મનુભાઈ અને સાસુ પ્રેમીલાબેનની ચઢવણીથી પતિ સંજયભાઈ અવારનવાર મારઝૂડ કરતા હતા. ગત તા. 27-07-20 ના રોજ બપોરે એક વાગ્યાના સુમારે રેણુકાબેન છોકરાઓને નવડાવતા હતા તે સમયે જમવાનું બનાવવા બાબતે ત્રણેય જણાએ ઝઘડો કરી ગાળો બોલી હતી અને સસરા મનુભાઈ તથા પ્રેમીલાબેને રેણુકાબેનને પકડી રાખ્યા હતા અને પતિ સંજયભાઈએ મારી નાખવાના ઇરાદે રેણુકાબેનના મોઢે એસીડ બોટલ રાખી એસીડ પીવડાવી દીધો હતો. ઇડર પોલીસે ત્રણેય જણા વિરુદ્ધ આઇપીસી 307, 498 સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...