વિવાદ:આંગણામાં કચરો નાખવાની ના પાડતાં કુહાડી,લાકડીથી હુમલો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદના વરવાડાની ઘટના, 4 સામે ગુનો

તલોદના વરવાડા ગામમાં રાજવાસ વિસ્તારમાં આંગણામાં કચરો નાખવાની ના પાડતા અન્ય ત્રણ શખ્સોએ આવી જઇ ગાળો બોલી કુહાડી થી અને લાકડીથી માર મારતા તલોદ પોલીસ સ્ટેશનમાં 4 જણા વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વરવાડા ગામના ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા એ ભરતસિંહ દિલીપસિંહ ઝાલાની દિકરીને આંગણામાં કચરો નાખેલ હોઇ કચરો નાખવાની ના પાડતા અમરતબા ભરતસિંહ ઝાલા, ફતીબા દિલીપસિંહ ઝાલા અને જયરાજસિંહ ભરતસિંહ ઝાલા એ આવી જઇ ધર્મેન્દ્રસિંહ અને હરપાલસિંહને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા.

અને ફરીથી ચારેય જણાએ આવી ગાળો બોલી હતી તથા ભરતસિંહે હાથમાંની કુહાડી ધર્મેન્દ્રસિંહને ડાબા હાથે કાંડાના ઉપરના ભાગે મારી હતી તથા હરપાલસિંહને જમણા હાથે લાકડી મારી ઇજાઓ પહોંચાડી હતી તેમજ ઉદાબાને લાફા મારી ચારેય જણાએ મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ધર્મેન્દ્રસિંહે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...