તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનાથી માતા-પિતા ગુમાવેલા 36 બાળકોને 30 જૂને સહાય ચૂકવાશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલ સહાય યોજના અંતર્ગત સા.કાં.ના બાળકોને સહાય
  • અનાથ બાળકને મહિને 4 હજાર નીસહાય અને ~3 હજારની સહાય વાળી પાલક માતા-પિતા યોજના અંતર્ગત 1 બાળકની દરખાસ્ત મંજૂર

કોરોના કાળમાં માતા અને પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો માટે અમલી બનેલ મુખ્યમંત્રી બાલ સહાય યોજના અંતર્ગત 28 જૂનના રોજ મળેલ બેઠક બાદ 36 અનાથ બાળકોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો અને આ સહાય 30 મી જૂને લાભાર્થી બાળકના ખાતામાં જમા થઈ જનાર હોવાનું જણાવાઈ રહ્યું છે.મહામારી દરમિયાન માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવા નિરાધાર બાળકોને આર્થિક રીતે મદદ કરવા બાલ સહાય યોજના અમલી બનાવાઇ છે.

જેમાં આવા અનાથ બાળકને પ્રતિમાસ રૂ.4 હજાર સહાય ચૂકવવામાં આવનાર છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુરેશભાઈ પાંડોરે જણાવ્યું કે તા. 28 જૂન સોમવારે કમીટીની બેઠક મળી હતી અને 36 બાળકોને સહાય ચૂકવવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. આ બાળકોને 30 જૂને રૂ. 4 હજાર મળી જશે. તદ્દપરાંત રૂ. 3 હજારની સહાય વાળી પાલક માતા પિતા યોજના અંતર્ગત એક બાળકની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...