તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બેકરીનો ધંધો કરવા 5 લાખ લઇ આવ કહી મહિલાને ત્રાસ

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરની યુવતીના લગ્ન મોડાસા કર્યા છે

દોઢેક વર્ષ અગાઉ મોડાસામાં પરણાવેલ હિંમતનગરની 21 વર્ષીય યુવતી પર ત્રાસ ગુજારી બેકરીનો ધંધો કરવા રૂ.5 લાખની માંગણી કરી મારઝૂડ કરી તેના પિતાને ઘેર મૂકી આવતા ગ્રામ્ય પોલીસે પતિ સાસુ દિયર નણંદ નણંદોઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તસ્લીમબાનુ લીયાકતખાન જલાલખાન પઠાણ (હાલ રહે.આરટીઓ ઓફિસપાસે સેન્ટ ઝેવીયર્સ સ્કૂલની પાછળ રહેમતનગર હિંમતનગર) ના લગ્ન તા.15-02-20ના રોજ મો.અયાજ મો.સલીમ કાઝી (રહે.કોટવિસ્તર સુકાબજાર મોડાસા જી.અરવલ્લી) સાથે થયા હતા.

ગત તા 11-07-20ના રોજ રાત્રે સાડા નવેક વાગે પતિ તથા સાસુ તથા દિયર અને નણંઇ નણદોઇ બધા ભેગા મળી કહેવા લાગેલ કે તુ તારા બાપના ઘરેથી બેકરીનો ધંધો કરવા રૂ.5 લાખ લઇ આવ તેમ કહેતા તસ્લીમબાનુએ મારા પિતા ગરીબ માણસ છે તેમની પાસે આટલા રૂપિયા કયાંથી હોય તેમ કહેતા પતિ મારવા લાગેલ તા.12/07/21ના રોજ સવારે તસ્લીમબાનુને ઘરમાંથી કાઢી મુકેલ અને તારા પિતાના ઘરેથી રૂ.5 લાખ જયા સુધી નહી લાવે ત્યા સુધી તારે અમારા ઘરે આવવાનું નથી તેમ કહી પિતા ના ઘરે મુકી ગયા હતા.

તસ્લીમબાનુની ફરિયાદને આધારે ગ્રામ્ય પોલીસે પતિ મો.અયાજ મો.સલીમ કાઝી સાસુ જૈતુનબીબી મો.સલીમ કાઝી દિયર પરવેજઆલમ મો.સલીમ કાઝી નણંદ મેફુઝાબેન અજરૂદીન કાઝી તથા નણદોઇ અજરૂદીન ઝાફરભાઇ કાઝી (તમામ રહે. સુકાબજાર મોડાસા) સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...