તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નદીના પુલ પર કાર ડિવાઇડરના રેલીંગ સાથે ટકરાતાં ASIનું મોત

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્ગ અકસ્માતમાં કારના દરવાજાને નુકસાન થયું હતું. - Divya Bhaskar
માર્ગ અકસ્માતમાં કારના દરવાજાને નુકસાન થયું હતું.
  • હિંમતનગરના પુરાલમાં હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનના ASIને અકસ્માત નડ્યો
  • મૃતક હિંમતનગરથી વતન રણાસણ જતા હતા

હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઇ પોતાની કાર લઇ વતન રણાસણ જતા હતા. ત્યારે પુરાલમાં નદીના પુલ પર કાર ડિવાઇડરના રેલીંગ સાથે ટકરાતાં અકસ્માતમાં એએસઆઇનું મોત થયું હતું. હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રહેવર (53)ગુરૂવાર બપોરે હિંમતનગર ધનસુરા રોડ ઉપર પોતાની સેન્ટ્રો કાર નં.જીજે-01-એચપી- 7087 લઈ વતન રણાસણ તરફ જઈ રહ્યા હતા.

પુરાલના ખારવો નદીના પુલ ઉપર ધડાકા સાથે કાર ડિવાઈડરના રેલીંગના પીલ્લર સાથે ટકરાતાં અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.108 દ્વારા સિવિલ હિંમતનગરમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પોલીસ બેડા સહિત પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.પી.જાની અક્સ્માત સ્થળે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...