તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર રતનપુર સીક્સલેન હાઇવેની કામગીરી ચાલી રહી છે તેમ છતાં પૂરપાટ દોડતા વાહનો નાના વાહનચાલકોને હડફેટે લઇ મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ત્યારે બુધવારે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે ગાંભોઇ નજીક કરણપુર ગામની સીમમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અમદાવાદ ખાતે હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ અને તેમના પત્નીનું ઘટના સ્થળે મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદ સીટીમાં શાહીબાગ હેડક્વાર્ટર ખાતે આર્મ હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રતનલાલ હકસીભાઈ ડામોર તેમના પત્ની ઉર્મિલાબેન સાથે સામાજિક કામ અર્થે તેમના વતન ભિલોડા તાલુકાના કૂંડોલ (પાલ) ગામે આવ્યા હતા અને તા. 30/12/20 ના રોજ સવારે સાડા છએક વાગ્યે બાઇક નં.જી.જે-1-એસ.એચ-2304 લઈને પત્ની સાથે અમદાવાદ જવા નીકળ્યા હતા અને ગાંભોઇ નજીક કરણપુર ગામની સીમમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં બંને રોડ પર પટકાતા રતનલાલ તથા ઉર્મિલાબેનનું ઘટનાસ્થળે મોત થયા હતા.અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા અને ગાંભોઇ પોલીસને જાણ કરતાં બંનેને ગાંભોઈ સીએચસીમાં પહોંચાડી સગાવ્હાલાને જાણ કરી હતી મૃતકને એક દીકરો અને એક દીકરી છે તથા શાહીબાગ ખાતે એએસઆઇ હોવાનું જાણવા મળ્યું છે.દિનેશભાઈ હકસીભાઈ ડામોરે ફરિયાદ વાહન ચાલક સામે નોંધાવી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.