તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વડાલી તાલુકાની આરોગ્યકર્મીને છૂટી કરવાના મુદ્દે આશાવર્કરોનો સૂત્રોચ્ચાર

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આશા વર્કરો દ્વારા હિંમતનગર જિલ્લા પંચાયત  ખાતે સૂત્રોચ્ચાર કરી આરોગ્ય કર્મીને પરત લેવા રજૂઆત કરાઇ હતી - Divya Bhaskar
આશા વર્કરો દ્વારા હિંમતનગર જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કરી આરોગ્ય કર્મીને પરત લેવા રજૂઆત કરાઇ હતી
  • વડાલી તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ડીડીઓને રજૂઆત કરી

વડાલી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્યકર્મીને છૂટી કરાયા બાદ બાળક સહિત આત્મવિલોપન કરવાનો વીડિયો વાયરલ થવાના પ્રકરણમાં સોમવારે આશાવર્કરો દ્વારા હિંમતનગર જિલ્લા પંચાયતમાં સૂત્રોચ્ચાર કરી ડીડીઓને રજૂઆત કરાઇ હતી.તાજેતરમાં વડાલી તાલુકાની એફ.એચ.ડબલ્યુને તાલુકા હેલ્થ ઓફિસર ડો. કશ્યપ પટેલે અનિયમિતતાના કારણોસર છૂટી કરવાનો મામલો તુલ પકડી રહ્યો છે.

મહિલા આરોગ્યકર્મીએ આત્મવિલોપનનો વીડિયો મેસેજ વાયરલ કર્યા બાદ પોલીસે જામીન પણ લીધા હતા અને આશાવર્કરોના સંગઠનની પણ સહાનુભૂતિ મળતાં સોમવારે આશાવર્કરો હિંમતનગર જિલ્લા પંચાયતમાં ઉમટી પડી હતી અને તબીબ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આરોગ્યકર્મીને પરત લેવા ડીડીઓને રજૂઆત કરી હતી. એકઠી થયેલ આશાવર્કરોએ ત્રણ દિવસમાં આરોગ્યકર્મીને પરત લેવામાં નહીં આવે તો વડાલી તાલુકાના થેરાસણા આરોગ્ય કેન્દ્રથી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...