તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અષાઢીબીજે સા.કાં. અરવલ્લીમાં 392 ટુ-ફોર વ્હીલર વેચાયાં

હિંમતનગર,મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીઅલ એસ્ટેટ, ઓટો મોબાઇલ,ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને અષાઢી બીજ ફળી

છેલ્લા એક વર્ષથી વિવિધ વ્યાવસાયીક ક્ષેત્રોમાં કોરોના, લોકડાઉન, બીજુ વેવ - ત્રીજુ વેવની દહેશતને કારણે રીઅલ એસ્ટેટ, ઓટો મોબાઇલ્સ, ઇલેક્ટ્રોનીક્સ સહિતના ક્ષેત્રમાં નવી ખરીદીને મંદીનું ગ્રહણ લાગી ગયુ હતું. પરંતુ ચાલુ વર્ષે 12 જુલાઇ અષાઢી બીજ ત્રણેય સેક્ટરને ફળી છે અને 80 થી 95 ટકા વ્યવસાય રીકવર થતાં નાસીપાસ થયેલા વ્યવસાયીઓમાં ઉત્સાહનો સંચાર થયો છે. હિંમતનગર શહેરમાં અષાઢી બીજના દિવસે ટુવ્હીલર - ફોર વ્હીલર વાહનો અને ઇલેક્ટ્રોનીક્સ ચીજવસ્તુઓનું અષાઢી બીજના દિવસે રાબેતા મુજબ ધૂમ વેચાણ થયુ હતું. કોરોનાની પ્રથમ અષાઢી બીજે નિરૂત્સાહ થયેલ વેપારીઓમાં બીજી અષાઢી બીજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અરવલ્લી રથયાત્રાના પાવન દિવસે ટુ વ્હીલરનાં વેચાણમાં ગત વર્ષની સરખામણીએ 10% વાહનોના વેચાણમાં વધારો નોંધાયો છે જિલ્લામાં એક જ દિવસમાં 242 જેટલા ટુ વ્હીલરનું વેચાણ થયા હોવાનું નોંધાયું છે.

નવરાત્રિ-દિવાળી માટે સારા સંકેત છે
અષાઢી બીજ ખરીદીની નવી સીઝનનો પ્રથમ દિવસ ગણાય છે ગત વર્ષે લોકડાઉન ખૂલ્યા બાદ ક્ષણિક ઉછાળો આવ્યો હતો. ચાલુ વર્ષે બીજા વેવમાં મહત્તમ મોત અને સારવાર ખર્ચ તથા ત્રીજા વેવની દહેશતને કારણે માર્કેટ ખૂલ્યુ ન હતું. પરંતુ આજે અષાઢી બીજના દિવસે 2019 ની સરખામણીએ 80 થી 85 ટકા રીકવરી આવી છે વર્ષ 2019 માં 1200 વાહનોનું વેચાણ થયુ હતું. આજનો ટ્રેન્ડ જોતાં શ્રાવણ મહિનો, નવરાત્રિ અને દિવાળીના તહેવારો માટે સારા સંકેત મળી રહ્યા છે > નલીનભાઇ પટેલ, પ્રમુખ, ટુ વ્હીલર ઓટો એસોસીએશન

​​​​​​​​​​​​​​રીઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સંકેત
​​​​​​​લોકોમાં ફરીથી ઉત્સાહ જોવા મળ્યો છે મારી હિંમતનગરની સ્કીમમાં બે અને ગાંધીનગરની સ્કીમમાં ચાર મકાનોનુ અષાઢી બીજના દિવસે બુકીંગ મળ્યુ છે જે રીઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સંકેત છે. તમામ ડેવલપર, આર્કીટેકચર, બિલ્ડરે આજે મૂહૂર્ત સાચવ્યા છે > જયેશ પટેલ, રંગ મહોલ, રીઅલએસ્ટેટ ડેવલપર

​​​​​​​90 થી 95 ટકા જેટલુ વેચાણ થયુ છે
માર્કેટ પોઝિટિવીટી સાથે ખૂલ્યુ છે અષાઢી બીજના દિવસે લોકોએ મનમૂકીને મૂહૂર્ત સાચવ્યુ છે. આજે બે વર્ષ અગાઉ જેટલુ જ એટલે કે 90 થી 95 ટકા જેટલુ વેચાણ થયુ છે. જિલ્લામાં એકંદરે 150 થી વધુ ફોર વ્હીલરનુ સાંજ સુધીમાં વેચાણ થવાની સંભાવના છે> નીજામભાઇ ભૂરાવાલા, મહામંત્રી, ફોર વ્હીલર ઓટોડીલર એસો.

રીયલ એસ્ટેટમાં તેજી શરૂ થઇ ગઇ
ઇન્કવાયરી પણ સારી નીકળી છે અને બુકીંગ પણ સારૂ છે. અષાઢી બીજે 7 વ્યક્તિઓએ ફ્લેટ સહિતનુ બુકીંગ કરાવ્યુ છે. વાતચીત અગાઉથી ચાલતી હોય છે પરંતુ બુકીંગ - ટોકન આપવા માટે સારો દિવસ પસંદ કરાતો હોય છે. રીયલ એસ્ટેટમાં તેજી શરૂ થઇ ગઇ છે હજુ વધશે.> અજય પટેલ, અરારત એસોસીએટસ

અન્ય સમાચારો પણ છે...