સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તા. 7 જુલાઈની વહેલી સવારથી કુલ 36 પેઢીઓમાં બોગસ બિલીંગ ઓપરેટર્સ તથા તેમના સંલગ્ન અન્ય શખ્સોના ધંધાના તથા રહેઠાણનાં સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરાઇ રહી છે. જેમાં પ્રાંતિજની મહિલાએ 109 કરોડની વેરાશાખાનું કૌભાંડ આચર્યાનું ખુલતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજના કુલ 71 સ્થળોએ વિભાગની 80 ટીમો દ્વારા દરોડાની કામગીરી કરતાં પ્રાંતિજ સુધી તપાસ પહોંચી હતી અને મોટા પ્રમાણમાં બોગસ બિલીંગ થકી વેરાશાખ મેળવવામાં આવતી હોવાની માહિતીને આધારે પ્રાંતિજની મીનાબેન રંગુસિંહ રાઠોડે અટકાયત કરાઈ હતી.
ખરીદી મુજબની શંકાસ્પદ પેઢીઓના સ્થળે તપાસની કામગીરી દરમ્યાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડિઝિટલ ડેટા વગેરે મળી આવ્યા હતા અને બીલિંગ ઓપરેટર્સના સ્થળોએ સોંપેલ તપાસમાં પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડ અને ભાવનગરના સાદિક સવજાણી નામના શખ્સના રહેઠાણના સ્થળોએ પણ સમાંતર તપાસ કરવામાં આવી હતી તે દરમ્યાન તેમના રહેઠાણના સ્થળથી મોટા પ્રમાણમાં ડીઝીટલ ડેટા, વાંધાજનક સાહિત્ય મળી આવ્યુ હતું. આ બન્ને જણા દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલીંગ પ્રવૃત્તિ આરવામાં આવી છે.
મીનાબેન રંગુસિહ રાઠોડ દ્વારા કુલ 32 શખ્સો પાસેથી તેઓને લોન અપાવવાના બહાને તથા અન્ય લાલચો આપી તેઓના ડોક્યુમેન્ટ મેળવાયા હતા અને પ્રાંતિજના મીનાબેન રંગુસિંહ રાઠોડે (ઝાલા) જુદી જુદી 24 પેઢીમાં કુલ રૂ.577 કરોડના બોગસ બીલિંગ થકી કુલ રૂ.109 કરોડની વેરાશાખાનું કૌભાંડ આચરી સરકારી તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડ્યાનું ખુલ્યું હતું. જેના અંતર્ગત તેમની અટકાયત કરાઈ હતી. તેમની ધરપકડ કરી 09-03-21નારોજ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં અમદાવાદમાં રજૂ કરી કસ્ટોડીયન ઈન્ટ્રોગેશનની માંગણી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.