કોરોના બેકાબૂ:ઇડર -તલોદમાં કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલને મંજૂરી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં બે દિવસ લાગશે
  • ઇડરમાં 25 અને તલોદ હોસ્પિટલમાં 10 કોરોના દર્દીઓને સારવાર આપી શકાશે

સંક્રમણ વધી રહ્યુ હોવાથી તંત્ર દ્વારા ઓક્સિજન વગેરેની સુવિધા ધરાવતી હોસ્પિટલોનો સર્વે કરી ઈડર અને તલોદમાં કોરોનાની સારવાર માટે બે ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે હિંમતનગરમાં વધુ એક ખાનગી હોસ્પિટલ શરૂ કરવામાં બે એક દિવસનો સમય લાગશે.

એપેડેમીક મેડિકલ ઓફિસર ચિરાગભાઈ મોદીએ જણાવ્યું કે ઇડર લાઈફલાઈન હોસ્પિટલને મંજૂરી અપાઈ છે. જ્યાં 25 થી વધુ દર્દીઓને સારવાર આપી શકાશે તથા તલોદની આશીર્વાદ હોસ્પિટલમાં દસેક દર્દીઓને સારવારની સુવિધા મળશે. બંને જગ્યાએ દર્દી ક્રિટિકલ સ્થિતિમાં ન હોય તેવી અવસ્થામાં સારવાર અપાશે. જ્યારે ઇડર સીએચસી ખાતે 5 ફિઝિશીયન માનદ સેવા આપવા તૈયાર થયા છે. હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ તૈયાર છે. પરંતુ તમામ ફિઝિશીયન 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોઇ વિઝીટીંગ ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવનાર છે અને બે એક દિવસમાં આવિષ્કાર ખાતે પણ કોરોનાની સારવાર ઉપલબ્ધ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...