તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:હિંમતનગરમાં 158 શિક્ષણ સહાયકોને નિમણૂંકના હુકમપત્રો એનાયત કરાયાં

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સેવામાં ઓતપ્રોત થઇ સેવા કરજો: જિલ્લા કલેક્ટર

હિંમતનગર કલેક્ટર કચેરીમાં સાબરકાંઠા જિલ્લાના 158 શિક્ષણ સહાયકો પૈકી 20 ને કલેક્ટર હિતેષ કોયાએ જ્યારે 138 ને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે મંગળવારે નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. કલેક્ટર હિતેષ કોયાએ શિક્ષણ સહાયકોને જણાવ્યું કે,આપણને સરકારી સેવા કરવાની તક મળી છે. તેમાં ઓતપ્રોત થઇ તન મન ધનથી સેવા કરી જિલ્લાના શિક્ષણ જગતને ઉજાગર કરો. શિક્ષણ જગત અને તંત્રમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છો તે વખતે આ મહામારીની વિપરીત પરિસ્થિતિ છે.

આપ અન્ય જિલ્લાઓમાંથી આવો છો પણ હવે નોકરી મળી છે તો જિલ્લાને વતન તરીકે સ્વીકારી શાળાને કર્મભૂમિ બનાવો, નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધશો તો કોઇ રંજ રહેશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, કમિશ્નર ઓફ સ્કૂલના પ્રતિનિધી યામિનીબેન સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...