તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હિંમતનગરમાં 15 મહિનાથી બંધ ક્લાસીસ ખોલવા આવેદન આપ્યું

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર કોચિંગ ક્લાસ ઓનર્સ એસો.ની તંત્રમાં રજૂઆત

ગુજરાત ફેડરેશન ઓફ એકેડમીક એસોસિએશનના માર્ગદર્શન હેઠળ હિંમતનગર કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન દ્વારા સોમવારે ચીફ ઓફિસર સહિત વહીવટી તંત્રમાં વિવિધ સ્તરે આવેદન પત્ર આપી હવે જ્યારે બધુ જ ખૂલી ગયુ છે ત્યારે 15 મહિનાથી બંધ ક્લાસીસ ખોલવા રજૂઆત કરી હતી. કોરોના હવે ઘણો કાબૂમાં આવી ગયો છે, મૃત્યુદર શન્ય છે અને કેસીસ પણ નહિવત આવે છે તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ક્લાસીસમાં આવવા સહમત છે તથા બધા વેપાર ધંધા-વ્યવસાય ખૂલી ગયા છે અને મંદિર, મસ્જિદ, ચર્ચ, સ્વિમિંગ પૂલ,થિયેટર ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

જ્યારે ક્લાસીસ કેમ નહી. કોચિંગ ક્લાસીસ 15-15 મહિનાથી બંધ છે જેથી ક્લાસીસ મકાનના ભાડા ભરવાની સ્થિતિ વિકટ બની છે. જેથી હિંમતનગરમાં કોચિંગ ક્લાસ ઓનર્સ એસો.ના મુકેશ પી.જાની, એમ.એમ.પવાર, રશ્મિકાંત ભાવસાર સહિતનાએ સરકાર સમક્ષ ક્લાસીસ ખોલવાની માંગ સાથે ટેક્સ માફ કરવા, લાઇટબિલમાં રાહત આપવા અને ક્લાસીસ સંચાલકોને રાહત પેકેજ આપવા હિંમતનગર ચીફ ઓફિસર સહિત વહીવટી તંત્રમાં વિવિધ સ્તરે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...