અરજીઓ મંગાવાઇ:સાબરકાંઠામાં ફટાકડાના હંગામી સ્ટોલ ઉભા કરવાની અરજીઓ મંગાવાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સા.કાં.ના હિંમતનગર, ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીનાના અરજદારોએ દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય અને પાલિકા વિસ્તારમાં ફટાકડા બજારના હંગામી સ્ટોલ ઉભા કરવા પરવાના મેળવવા અરજીઓ મંગાવાઇ છે. ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના તાલુકાના ફટાકડાના સ્ટોલ ઉભા કરવા ઇચ્છતા અરજદારોએ જન સેવા કેન્દ્રથી તા. 04/10/21 ના રોજ સુધીમાં જ્યારે હિંમતનગર તાલુકાના અરજદારોએ તા.10/10/21 ના રોજ સુધી કચેરી સમય દરમિયાન અરજી કરવાની રહેશે.

નોંધનીય છે કે ફટાકડા બજાર માટે સ્ટોલ સ્થાપવા, અગ્નિશામકની વ્યવસ્થા તથા સુરક્ષા વિષયક વ્યવસ્થા પરવાનેદારોએ જાતે ઉભી કરવાની રહેશે તેમજ એક અરજદાર એકથી વધુ પરવાના માટે અરજી કરી શકશે નહિં. જગ્યાના પ્રમાણમાં અરજીઓ વધુ રજૂ થાય તો વહેલા તે પહેલાના ધોરણે પરવાના મંજૂર કરી બાકીની અરજીઓ રદ કરવામાં આવશે. સ્ટોલ ફાળવણી તથા ડ્રો સીસ્ટમ માટે હંગામી સમિતિ રચવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...